સરકાર પર આક્ષેપો કરનાર વોડાફોનના CEOનો યુ-ટર્ન, હવે મીડિયા પર લગાવ્યા આક્ષેપો

PC: livemint.com

ભારતમાં પોતાના વ્યાપારની અનિશ્ચિતતાને લઈને નિવેદન આપ્યા બાદ વોડાફોન કંપનીના CEO પોતાની જ માયાજાળમાં અટવાયા છે. PTIના રીપોર્ટ અનુસાર, વોડાફોનના મુખ્ય અધિકારી નિક રીડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. જેમાં વાયદો કરવામાં આવ્યો હતો કે, વોડાફોન ભારતમાં રોકાણ કરવાનું યથાવત રાખશે. અધિકારીએ મીડિયા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, મીડિયાએ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે. આ નિવેદન સાથે છેડાછાડ કરવામાં આવી રહી છે. આ પહેલા દૂરસંચાર મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વોડાફોનના અધિકારીએ આપેલા નિવદેનથી અમે ખુશ નથી. આ નિવેદન સાથે હું કોઈ પ્રકારે સહમત નથી.

થોડાં દિવસ પહેલાં જ એવા વાવડ હતા કે, ભારતની ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયા પોતાનો વ્યાપાર સમેટી રહી છે. વોડાફોને જણાવ્યું હતું કે, જો સરકાર ટેક્સનો બોજો અને બીજા ખર્ચાઓ યથાવત રાખશે તો વોડાફોનના ભાવિ સામે જોખમ છે. ગત મહિને સુપ્રિમ કોર્ટે વોડાફોન-આઈડિયા અને એરટેલને આર્થિક રીતે ફટકો માર્યો છે. આ ત્રણેય કંપનીઓને કેન્દ્ર સરકારે 92 હજાર કરોડ રૂપિયા ચુકવવા એલાન કર્યું હતું. આ મુદ્દે સરકાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે ખટાશ ઊભી થઈ હતી. જેના કારણે આ વાત વિવાદમાં પલટાઈ હતી. સુપ્રિમ કોર્ટના નિવેદન બાદ આ બંને કંપનીઓના શેરમાં પણ ભારે સ્લોડાઉન જોવા મળ્યું હતું.

ગત વર્ષે વોડાફોન અને આઈડિયાનું મર્જર થયું હતું. હાલ નવી કંપની પાસે આશરે 30 કરોડ ગ્રાહકો છે. જે કુલ માર્કેટના 30 ટકા છે. અધિકારીએ જણાવ્યું કે, વોડાફોન-આઈડિયા ઘણા સમયથી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કંપનીને સમય આપવાને બદલે ટેક્સ વસુલી કરવામાં આવી રહી છે. હાલમાં એવી સ્થિતિ છે કે, વોડાફોનની ઈચ્છા ભારતમાં કોઈ વ્યાપાર કરવાની કે નવું રોકાણ કરવાની બિલકુલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp