કારીગરો ગુજરાત ન છોડે, ખતરો છે: રૂપાણીએ ઉદ્યોગ અગ્રણીઓને પણ અપીલ કરી

PC: facebook.com/vijayrupanibjp

ગુજરાતના સુરત અને અન્ય શહેરોમાં કામ કરતાં શ્રમિકો ગુજરાત છોડી તેમના વતન જઇ રહ્યાં છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે શ્રમિકો વતન છોડીને જાય નહીં, કેમ કે ટોળાંમાં જવું યોગ્ય નથી. રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના નાના-મોટા-ઉદ્યોગો અને ઉત્પાદન એકમોમાં કામ કરતા વિવિધ જિલ્લાઓના કારીગરો તેમજ રાજસ્થાન કે મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાં ઉદ્યોગોમાં કામ કરતા આવા શ્રમજીવીઓને કારીગરોને આપીલ કરી છે કેહાલની સ્થિતિમાં તેઓ પગપાળા પોતાના ગામ કે વતન જવા નીકળી ન પડે, કારણ તે તેમાં જોખમ રહેલું છે.

તેમણે જણાવ્યું છે કેકોરોના વાયરસથી બચવાના શ્રેષ્ઠ વિકલ્પ રૂપે ભીડભાડ ન કરવી અને ટોળામાં ક્યાંય પણ ન નીકળવું કે ઘરની બહાર ન નીકળતા જ્યાં છીએ ત્યાં જ રહેવું હિતાવહ અને સલામત છે. મુખ્યમંત્રીએ આવા શ્રમજીવીઓ-કારીગરોને સ્પષ્ટપણે જણાવ્યું છે કેલોક ડાઉનની આ સ્થિતિમાં તેમના ખાવા-પીવાની તથા અન્ય જીવન જરૂરિયાતોની વ્યવસ્થાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે.

તેમણે રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ એસોશિએશનબિલ્ડર્સ એસોશિએશન તથા વેપારી મંડળોને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાને ત્યા કામ કરતા આવા શ્રમયોગી કારીગરો માટે રહેવાની તથા ખાવા-પીવાની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરે જેથી તેમણે આ સ્થિતિમાં પોતાના વતન કે ગામ જવું ન પડે. રૂપાણીએ એમ પણ કહ્યું કેઆવા કામોમાં સેવા સંસ્થાઓ અને રાજ્ય સરકાર શક્ય મદરૂપ થશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp