આ તારીખથી પંપો પર નહીં મળે CNG, અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે ડીલર્સ

PC: twitter.com

રાજ્યમાં CNG વેચાણ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. CNG વાહન ચાલકો માટે આ મોટા સમાચાર છે કેમ કે, 3 માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી CNG નહીં વેચાય. ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી CNG વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.

શુક્રવારે સવારે 7 વાગ્યાથી CNG લોકોને મહીં મળી શકે, નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. 3 માર્ચ સુધી ઓચોક્કસ મુદ્દતની હડતાળ કરવામાં આવી છે.

55 મહિનાથી CNG વેચાણ મામલે માર્જિન ના વધતા આ નારાજગી જોવા મળી રહી છે. અચોક્કસ મુદ્દતે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સરકારે CNG પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે ત્યારે બીજી તરફ માર્જિન મામલે નારાજગી જોવા મળી રહી છે. જેથી આ માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરશે. જે માટે 10 ટકા વધારાની માંગ કરવામાં આવી રહી છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસેએશન દ્વારા આ જાહેર કરવામાં આવી છે. અગાઉ પણ CNG મામલે દક્ષિણ ગુજરાતના CNG પંપ બંધ રહ્યા હતા. આ ઉપરાંત અવાર નવાર આ પ્રકારે વિરોધ જોવા મળ્યો છે ત્યારે ફરી એકવાર ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી CNG વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. નવી જાહેરાત ના થાય ત્યાં સુધી CNG નહીં આપવાનો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp