અદાણીએ દરિયામાં કર્યું દબાણ અને ચેરીયાનું નિકંદન હજુ ચાલુ

PC: india.com

કચ્છ મુંદ્રામાં અદાણી બંદર સેઝ લી. દ્વારા ડ્રેજિંગથી દરિયા વિસ્તારમાં ભરતી ઓટ CRZ-1 હેઠળ દબાણ કરવામાં આવ્યું છે. જૂના બંદરથી બારોઈ, ગોયરસ, લુણી સુધીના 10 કિમીના પટ્ટામાં દરિયાની ભરતી ઓટ અને ચેરીયાના જંગલોને ભારે નુકસાન કરી હોવાની રજૂઆત કચ્છ કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. છ મહિના પહેલાં ફરિયાદ થતાં મુંદ્રા પ્રાંત અધિકારીએ તપાસ કરી હતી. પંચનામું કર્યું ન હતું. તેમ કરીને અદાણીને અધિકારીએ બચાવી લીધી હતી. દરિયામાં દબાણ અને કાદવ ઉલેચીને ખાડા કરીને ભારે નુકસાન કર્યું છે. જેથી માછીમાર ત્યાં જઈ શકતાં નથી.

કંપની આવું કરે તો તે CRZ કાયદા હેઠળ ગંભીર ગુનો છે. ક્રીકનું પુરાણ ન કરવાનો આદેશ છે. છતાં પણ અદાણી દ્વારા આવી વિઘાતક પ્રવૃત્તિ ચાલું છે. વરસાદી પાણી વોકળામાં ન જઈ શકે તે રીતે દરિયામાં જતું બંધ કરી દેવાયું છે. તેનાથી માછલીઓ પેદા થતી બંધ થઈ ગઈ છે અને માછીમારોને માછલીઓ મળતી બંધ થઈ ગઈ છે. તેથી સ્થાનિક લોકોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે. કંપની કહે છે કે નિયમો અને કાયદા મુજબ કામ થયું છે. 8 મહિનાથી કોઈ કામ થતું નથી. સરકારની મંજૂરીથી જ તમામ કામ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp