જાણો, મોદીના કૌભાંડ બાદ હીરા-જ્વેલરી ઉદ્યોગને કેટલું નુકશાન

PC: khabarchhe.com

પંજાબ નેશનલ બેન્કના 12700 કરોડના કૌભાંડ બાદ નિરવ મોદી વિદેશ ભાગી ગયા છે. તેમની સાથે મેહુલ ચોક્સી પણ વિદેશ જતા રહ્યાં છે ત્યારે ભારતમાં હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર માઠી અસર થઇ છે. ડાયમન્ડ અને જ્વેલરી સેક્ટરને આ કૌભાંડથી માંગમાં ફરક પડ્યો છે. ગ્રાહકોનો વિશ્વાસ ડગી ગયો છે.

ખાસ કરીને મેહુલ ચોક્સીએ ગ્રાહકોને પધરાવેલા નકલી ડાયમન્ડના કારણે બજાર પર ગંભીર અસર પડી છે. જાણકારો કહે છે કે આ કૌભાંડના કારણે બિઝનેસ પર 15 થી 20 ટકાની અસર થઇ છે.

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના ચેરમેન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું કે એવા અહેવાલો મળી રહ્યા છે કે ગીતાંજલી જૂથ દ્વારા સિન્થેટિક હીરાને સાચા હીરા તરીકે ગણાવીને વેચવામાં આવ્યા છે. આના કારણે ગ્રાહકોમાં ગભરાટ પેદા થયો છે કે જેઓ જ્વેલરીની ગુણવત્તા બાબતે ચકાસણી કરાવી રહ્યા છે. દેશમાં ગોલ્ડ જ્વેલરી માર્કેટનું કદ ₹ત્રણ લાખ કરોડનું છે.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે, નિરવ મોદીના કૌભાંડના કારણે માંગમાં વાર્ષિક ધોરણે 15 થી 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે અમે આશાવાદી છીએ કે આ મહિનાના અંતથી પરિસ્થિતિમાં સુધારો શરૂ થશે. અમારી ધારણા એવી છે કે તમામ જ્વેલર્સ માટે હોલમાર્કિંગને ફરજિયાત બનાવવામાં આવશે તો લોકો હીરા મઢેલાં આભૂષણોના બદલે સોનાનાં સાદાં આભૂષણો પર પોતાની પસંદગી ઢોળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp