બનાસકાંઠામાં મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચેલો હીરા ઉદ્યોગ ઝંખે છે સરકારની સહાય

PC: betterdiamondinitiative.org

ભારતમાં ખેતી બાદ સહુથી વધુ રોજગારી આપતો કોઈ વ્યયસાય હોય તો તે છે હીરા ઉદ્યોગ છે પરંતુ સરકારની આ ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાએ હીરા ઉદ્યોગને મૃતઃપ્રાય અવસ્થામાં છે, જેને લઈ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો સરકાર સામે સહાયની માગ કરી રહ્યા છે.

દેશમાં અતિવૃષ્ટિ આવે કે દુષ્કાળ આવે ત્યારે સરકાર ખેડૂતોને સહાય આપતી હોય છે અને ખેડૂતોને દેવા માફ કરવા ઉપરાંત ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવો પણ જાહેર કરતી હોય છે. ખેતી માટે સરકારની આ જાહેરાત યોગ્ય છે પરંતુ ખેતી બાદ દેશમાં સૌથી વધુ બેરોજગારોને રોજગારી પૂરી પડતાં હીરા ઉદ્યોગ પ્રત્યે સરકારની ઉદાસીનતા જોવા મળી રહી છે. આ ઉદ્યોગ મૃતઃપ્રાય અવસ્થામાં આવી ગયો છે અને આજે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સરકાર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.

વર્તમાન સમયની વાત કરીએ તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોનું દિવાળી પહેલા વેકેશન પડ્યું હતું અને સામાન્ય રીતે રત્ન કલાકારોનું દિવાળીનું આ વેકેશન માત્ર 15થી 20 દિવસ જેટલું હોય છે પરંતુ આ વેકેશન પડ્યાને આજે 45 દિવસ કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા કામ મળતું ન હોવાથી કારખાનેદારોએ વેકેશન લંબાવી દીધું છે. જેના લીધે હીરા ઉદ્યોગ સાથે રત્ન કલાકારોને રોજગાર મળતો ન હોવાના લીધે તેમનું તથા તેમના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.

વર્તમાન સમયમાં હીરા ઉદ્યોગ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ભારતમાંથી તૈયાર થયેલા હીરાની ખૂબ જ માગ છે અને સમગ્ર વિશ્વમાં 70% ટકા હીરા ભારતમાંથી તૈયાર થઈને જાય છે. તેમ છતાં ભારત સરકારનું હીરા ઉદ્યોગ પ્રત્યેનું ઉદાસીન વલણ વર્તમાન સમયમાં હીરા ઉદ્યોગને ગુમનામીમાં ધકેલાઈ રહયો છે. આજના સમયમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનેદારોનું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે તે તો ઠીક છે, પરંતુ સરકાર શો-મિલના સંચાલકોને પણ સબસિડી આપે છે. જે પર્યાવરણ માટે હાનિકારક છે. ત્યારે હીરા ઉદ્યોગ પર્યાવરણને બિલકુલ નુકસાન પહોંચાડતો નથી અને અસંખ્ય બેરોજગારોને રોજગારી આપી રહ્યો છે. ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને હીરા ઉદ્યોગનો સમાવેશ ગૃહ ઉદ્યોગમાં કરવો જોઇએ અને હીરા ઉદ્યોગને સહાય આપવા ઉપરાંત જી.આઈ.ડી.સી. જેવી વ્યયવસ્થા ઊભી કરવી જોઈએ.

હીરા ઉદ્યોગ ભારતમાં બેરોજગારી દૂર કરવામાં સૌથી વધુ અસરકારક ઉદ્યોગ છે. ત્યારે સરકારે પણ હીરા ઉદ્યોગના વિકાસ અંગે ગંભીરતા દર્શાવે તો દેશમાંથી મોટા પ્રમાણમાં બેરોજગારીને દૂર કરવામાં સફળતા મળી શકે છે અને ભારતમાં મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચેલા હીરા ઉદ્યોગને ફરીથી ધમધમતો કરી શકાય છે.

(નિમિષા ભટ્ટ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp