સુરતના ઉદ્યોગપતિઓ માટે ડાયમંડ માત્ર પ્રોફેશન નથી, પણ પેશન છે: મનસુખ માંડવિયા

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સુરતમાં પ્રથમ વખત નાના તથા મધ્યમ કદના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા સાથે હીરાનું ઈન્ટરનેશનલ માર્કેટ મળે તે હેતુથી વરાછા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે આયોજિત લુઝ હિરાના B2B એકઝીબિશન ‘કેરેટ્સ સુરત ડાયમંડ એક્ષ્પો’ને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શિપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ વિભાગના રાજ્યમંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તા.10 થી 12 જુલાઈ દરમિયાન યોજાનાર આ પ્રદર્શનમાં સિંગાપોર, મલેશિયા, પૂર્વ આફ્રિકા, ચાઈના અને તુર્કી સહિતના દેશોના 40 જેટલા એકઝીબિટર્સ અને ડેલિગેટ્સ ભાગ લઇ રહ્યા છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, વિશ્વભરના હીરા ઉદ્યોગમાં અમીટ છાપ છોડનાર સુરત ડાયમંડના ચળકાટથી ગુજરાત ઝગમગી રહ્યું છે. હીરા ઉદ્યોગે સુરતને રાજ્યના આર્થિક પાટનગરની ઉપમાથી નવાજ્યું છે એમ જણાવી તેમણે સુરતનાં લોકો માટે ડાયમંડ માત્ર પ્રોફેશન નથી, પણ પેશન છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. 36 એકરની વિશાળ જગ્યામાં સુરત હીરા બુર્સનું નિર્માણ થશે જેમાં ચાર હજારથી વધુ ઓફિસો દ્વારા હીરાનો સીધો વેપાર વિશ્વનાં દેશો સાથે કરી શકાય તેવી તમામ સુવિધા સુરતનાં હીરાઉદ્યોગકારોને ઘરઆંગણે મળી રહેશે તેમ જણાવી માંડવીયાએ લુઝ હિરાના B2B એકઝીબિશન હીરાના નાના વ્યાપારીઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ વેળાએ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત ડાયમંડ ઉદ્યોગકારોને સંબોધિત કરી શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે મેયર જગદીશ પટેલ, સાંસદ મતિ દર્શના જરદોશ, રેપાપોર્ટ ગ્રુપના ચેરમેન માર્ટિન રેપાપોર્ટ, પદ્મ મથુર સવાણી, પોલિસ કમિશ્નર સતીષ શર્મા, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતી, અગ્રણી હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, લાલજી પટેલ સહિત મોટી સંખ્યામાં હીરા વ્યાપારીઓ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp