વેક્સીનની કિંમતો વધારવા માટે દવા કંપનીઓ ડૉક્ટરોને આપી રહી છે લાંચ!

PC: parkinsonsnewstoday

ફાર્મા કંપનીઓ એક ખાસ પ્રકારની બ્રાન્ડની પ્રેસફઆઇબર કરવા માટે ડોક્ટર અથવા હોસ્પિટલને 20 થી 21 ટકા ઇન્સેટીવ આપે છે. આવું ખાસ કરીને કોમ્બિનેશન ડોઝ માટે કરવામાં આવે છે. દવા કંપનીઓ ડોક્ટરો અથવા હોસ્પિટલોને આપવામાં આવી રહેલ ઇન્સેટિવની રકમ પણ દર્દીઓ પાસેથી વસૂલે છે. આ કારણે દવાઓ મોંઘી થતી જઇ રહી છે.

સૈનોફિસ કંપનીની વેક્સિન પેંટોક્સિમ ડિપ્થેરિયા, પર્ટસિસ (કુકર ખાંસી), ટેટનસ કેટલાક ખાસ પ્રકારના ન્યૂમોનિયા અને પોલિયોમાં કામ આવે છે. તેના એક ડોઝની કિંમત 2800 રૂપિયા છે, જેમા 600 રૂપિયા ડોક્ટર અથવા હોસ્પિટલને ઇન્સેટિવ મળે છે. ત્યાં જ હેક્સાસિમ વેક્સીન હેપાટાઇટિસ બીની સપરક્ષા માટે લેવામાં આવે છે. જેની કિંમત 3,900 છે જેમા ડોક્ટર અથવા હોસ્પિટલને 750 પ્રતિ રૂપિયા ડોઝની દરે ઇન્સેટિવ મળે છે. મજેદાર વાત એ છે કે, પેંટાક્સિમ અને હેપટાઇટિસ બી વેક્સીનનો અલગ-અલગ ડોઝ 2860 રૂપિયાનો પડે છે. એટલે કે, હેપટાઇટિસ બીની કિંમત માત્ર 60 રૂપિયા હોય છે.

માર્કેટ પ્રાઇસ પર લૂટ
દેશમાં દર વર્ષે લગભગ 2 કરોડ લોકોનો જન્મ થાયા છે. જેમાથી 10 ટકા એટલે કે, 14 થી 20 લાખ બાળકોને વેક્સિનેશન સરકાર તરફથી થઇ શક્તું નથી. એટલે કે, તેમના વેકિસનેશન માટે માર્કેટ પ્રાઇસ પર સંપૂર્ણ રકમની ચૂકવણી કરવી પડે છે. જોકે, ફાર્મા કંપનીઓ આ વાતથી ઇન્કાર કરે છે કે, ડોક્ટરો-હોસ્પિટલોને ઇન્સેટિવ આપવું સામાન્ય ચલણ થઇ ચૂક્યું છે. તેમનું કહેવું છે કે, વેક્સીનને સુરક્ષિત રાખવા માટે હોલ્ડ ચેન્ઝ લોઝિસ્ટિક્સની જરૂરીયાત પડે છે, જેને મેન્ટેન કરવાનો ખર્ચ પણ આવે છે.

કંપનીઓ એવો પણ દાવો કરે છે કે, કોમ્બિનેશન વેક્સીનની ખર્ચો સ્ટેન્ડઅલોન ડોઝના મુકાબલે વધારે આવે છે કારણ કે, કંપોનેટ એડ કરવામાં ઉત્પાદન પ્રક્રિયા ખુબ જ જટિલ બની જાય છે. જેનાથી ખર્ચમાં વધારો થાય છે. પોલિયોની સોઇ વગેરેના મામલામાં સ્ટૈન્ડઅલોન ડોઝ હવે ઉપલબ્ધ નથી, જેનાથી ડોક્ટર કોમ્બિનેશન વેક્સીન આપવા માટે મજબૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp