ખાદ્યતેલના ભાવમાં આવ્યો ઘટાડો, કંપનીઓએ પ્રતિ લીટર 15-20 રૂપિયા ઘટાડ્યો ભાવ

PC: livemint.com

વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે એક રાહતના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ બુધવારે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય દરોમાં નરમી અને સરકારના સમય પર હસ્તક્ષેપના કારણે રીટેલ બજારમાં ખાદ્ય તેલની કિંમતોના ભાવ ઓછાં થવા લાગ્યા છે.

સરકારી આંકડા અનુસાર, આ મહિનાની શરૂઆતથી દેશભરમાં સિંગતેલ સિવાય, અન્ય ખાદ્ય તેલોની એવરેજ કિંમતોમાં ઘટાડો આવ્યો છે અને 150થી 190 રૂપિયા પ્રતિ કિલોગ્રામની વચ્ચે બનેલી છે. ગયા સપ્તાહમાં, ખાદ્ય તેલ કંપનીઓ જેવી કે, અદાણી વિલ્મર અને મધર ડેરીએ વિભિન્ન પ્રકરના ખાદ્ય તેલોની એમઆરપીમાં 10-15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. બંને કંપનીઓએ કહ્યું કે, નવી એમઆરપીવાળો સ્ટોક જલ્દીથી જ બજારમાં આવી જશે.

સુધાંશુ પાંડેએ કહ્યું કે, સરકારના સમયસર હસ્તક્ષેપ અને વૈશ્વિક ઘટનાક્રમના કારણે ખાદ્ય તેલોની કિંમતોમાં હકારાત્મક સુધારા જોવા મળ્યા છે. ખાદ્યતેલ જ નહીં, ઘઉં અને ઘઉંના લોટની કિંમતો પણ સ્થિર રહી છે. તેમણે કહ્યું કે, ઘરેલૂં કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે નિયમ ઉપયોગી રહે છે.

ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પ્રમુખ ખાદ્ય તેલ બ્રાન્ડોએ એમઆરપીને ચરણબદ્ધ રીતે ઓછી કરી છે અને હાલમાં જ તેમણે કિંમતોમાં 10-15 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ઉપભોક્તા મુદ્દાઓના વિભાગ દ્વારા સંકલિત આંકડાઓ અનુસાર, સિંગતેલની એવરેજ રીટેલ મોંઘવારી કિંમત 21મી જૂનના રોજ 188.14 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જ્યારે પહેલી જૂનના રોજ તે 186.43 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. સરસવના તેલની કિંમત પહેલી જૂનના રોજ 183.68 રૂપિયા પ્રતિ કિલોથી મામૂલી ઘટાડો આવીને 180.85 રૂપિયા પ્રિતિ કિલો રહી ગયા છે. વનસ્પતિ તેલની કિંમત રૂપિયા 165 પ્રતિ કિલોગ્રામ પર અપરિવર્તિત છે.

સોયાતેલની કિંમતો 169.65 રૂપિયાથી ઘટીને 167.67 રૂપિયા પર આવી છે. જ્યારે સૂર્યમુખી તેલની કિંમત 193 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી થોડી ઘટીને 189.99 રૂપિયા રહી ગઇ છે. પામ તેલની કિંમતો પહેલી જૂનના રોજ 156.52 રૂપિયાથી ઘટીને 152.52 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઇ છે.

અદાણી વિલ્મરે શનિવારના રોજ પોતાના ખાદ્યતેલોની કિંમતોમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. ફોર્ચ્યૂન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલના એક લીટર તેલની એમઆરપી 220 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 210 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. ફોર્ચ્યૂન સોયાબીન અને ફોર્ચ્યૂન સરસવના તેલના એક લીટરની કિંમત 205 રૂપિયા પ્રતિ લીટથી ઘટાડીને 195 રૂપિયા કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp