ગાંધીનગરમાં ઇજનેરી અને મશીન ટૂલ્સ ઉદ્યોગકારોનું પ્રદર્શન, 20 દેશોમાંથી કંપનીઓ

PC: https://jyoti.co.in

ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમિટ પૂર્વે ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટરમાં 1 થી 5 ડિસેમ્બર દરમ્યાન ટ્રેડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 20 દેશોના 750થી વધુ ઉદ્યોગકારો એન્જીનિયરીંગ અને મશીન ટુલ્સ અંગેનું પ્રદર્શન યોજશે. આ પ્રદર્શનને જોવા માટે પાંચ દિવસમાં એક લાખથી વધુ મુલાકાતીઓ આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

રાજ્યના ઉદ્યોગ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતનું સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન—એન્જીનિયરીંગ, મશીન ટુલ્સ એન્ડ ઓટોમેશન એક્ઝિબિશન (એન્જીમેચ) તરફથી આ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. આ ઓર્ગેનાઇઝેશન એમએસએમઇ અને તેના સહભાગીઓ માટે મહત્વનું હોય છે.

ગાંધીનગર સ્થિત હેલીપેડ એક્ઝિબિશન સેન્ટરમાં પાંચ દિવસ માટે આ ઓર્ગેનાઇઝેશનની 15મી આવૃત્તિ શરૂ થવાની છે જે નવા વિચારો, નવા ઉત્પાદન અને સેવાઓ તેમજ સંયુક્ત સાહસો અને સહયોગ બનાવવા માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરશે. આ ટ્રેડ-શો માં યુએસએ, જર્મની, ઇટાલી, કોરિયા, તુર્કી, તાઇવાન, બેલ્જિયમ, ચીન, જાપાન, સિંગાપોર, યુકે, યુએઇ, ફ્રાન્સ, સ્પેન, નેધરલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા 20 દેશોમાંથી 750થી વધુ પ્રદર્શકો આવશે.

આ પ્રદર્શનમાં મશીન ટુલ્સ, એસેસરીઝ, ઓટોમેશન અને રોબોટીક, ટૂલિંગ સિસ્ટમ, હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ, પમ્પ્સ અને વાલ્વ, ફાસ્ટનર્સ અને હાર્ડવેર, ઓટોમોબાઇલ, આઇટી રિલેટેડ સેવાઓ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ફેબ્રિકેશન અને વેલ્ડીંગ, એસપીએમએસ અને પાઇપ ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp