...તો IT સેક્ટરમાંથી 40,000 લોકો નોકરી ગુમવાશે, જાણો કોણે કહ્યું આવું

PC: forbesindia.com

મંદીના ભરડામાંથી ઓટો સેક્ટર પાસ થયા બાદ હવે દેશના IT સેક્ટરનો વારો હોય એવું લાગી રહ્યું છે. દેશની ટેકનોલોજી ક્ષેત્રની મુખ્ય કંપની ઈન્ફોસીસના ભૂતપૂર્વ અધિકારી મોહનદાસ પઈએ જણાવ્યું છે કે, આ ક્ષેત્રમાં કામ કરતા આશરે 40,000 લોકોએ નોકરીમાંથી હાથ ધોઈ નાંખવા પડે એવી સ્થિતિ છે. ટેકનોલોજી ક્ષેત્રે વ્યાપારમાં સુસ્તી હોવાને કારણે મધ્યમવર્ગના કર્મચારીઓને વધુ એક ફટકો પડી શકે એમ છે. આ વર્ષે જ છટણીનો સમય આવી શકે એમ છે.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા અધિકારીએ ઉમેર્યું કે, પશ્ચિમના દેશમાં આવું તમામ સેક્ટર્સમાં થાય છે. ભારતમાં જ્યારે પણ આવું થાય છે ત્યારે મધ્યમવર્ગને ફટકો પડે છે. ખાસ કરીને એ લોકો જેઓ સેલેરી અનુસાર યોગદાન આપી શકતા નથી. જ્યારે કંપનીઓ ખૂબ ઝડપથી ગ્રોથ કરે છે ત્યારે પ્રગતિ થાય છે પણ જ્યારે સુસ્તીમાં હોય છે ત્યારે મેનેજમેન્ટે ફરી પોતાનો એક પીરામીડ તૈયાર કરવો પડે છે. આવી સ્થિતિમાં મધ્યમવર્ગ અને ઉપરના કર્મચારીઓના સ્તર પરથી જેને જરુરિયાત કરતા વધારે સેલેરી મળે છે એમના પર વીજળી પડે છે. દર પાંચ વર્ષે આવું ચિત્ર જોવા મળે છે. સારું પર્ફોમન્સ ન હોય તો એવી મોટી કોઈ સેલેરીનો અર્થ નથી.

તમને મળતી સેલેરી પ્રમાણે દરેકે કામ કરવું જોઈએ. આ ક્ષેત્રના જુદા જુદા ભાગમાંથી કુલ 30,000થી 40,000 કર્મચારીઓની નોકરી સામે જોખમ છે. આ જ વર્ષે છટણી પણ થઈ શકે છે. આ માટે 80 ટકા લોકો માટે બીજી સારી નોકરી હશે પણ તેઓ પોતાના ક્ષેત્રના નિષ્ણાંત હોવા જોઈએ. તાજેતરમાં કોગ્નિજેન્ટે પોતાના 12,000 કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. હવે ઈન્ફોસીસે આવા એંધાણ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp