ખખડેલી GIDC વસાહતોને રોડ, પાણી અને ગટરની સુવિધા મળશે

PC: gidc.gujarat.gov.in

ગુજરાતની GIDC એસ્ટેટમાં તૂટી ગયેલી આંતરમાળખાકીય સુવિધા માટે રાજ્ય સરકારે એક પ્લાન બનાવ્યો છે. રાજ્યમાં જ્યાં એસ્ટેટ આવેલી છે ત્યાં રોડ, રસ્તા, પાણી અને ગટરની સુવિધામાં સુધારો કરવામાં આવશે.

ગુજરાતના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને રાહત આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તૈયાર થયા છે. લોન લઈને મૂડીરોકાણ કર્યું છે, તેવા આ ઉદ્યોગોને GIDC વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અનેક વખત આયોજન થયાં છે પરંતુ કોઈ સરકારે એસ્ટેટની હાલત સુધારી નથી. એસ્ટેટ એસોસિયેશનના પ્રતિનિધિઓ સીધા મુખ્યમંત્રીને મળ્યા હતા અને તેમની સમક્ષ GIDCના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે GIDC એસ્ટેટમાં કેટલીક જગ્યાએ દબાણો કરવામાં આવ્યા છે તે હટાવી લેવાની પણ સરકારે તાકીદ કરી છે કે જેથી વિકાસના કામો થઈ શકે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બે ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ એમ બે GIDC એસ્ટેટ આવેલી છે પરંતુ કેટલીક જગ્યાએ વાહનો પણ જઈ શકતા નથી તેવા ભંગાર માર્ગો છે. પીવાના પાણીની સુવિધા નથી. ગટરો ઉભરાય છે. ચારેબાજુ ગંદકી ફેલાયેલી છે. વીજળીના ખુલ્લા વાયરો જોખમી બન્યા છે.

તાજેતરમાં મુખ્યમંત્રીને 40 જેટલા પ્રતિનિધિઓ મળ્યા હતા અને એસ્ટેટની હાલત સુધારવાની માગણી કરી હતી. મુખ્યમંત્રીએ તેમને ખાત્રી આપી છે કે સરકાર કોઈ ચોક્કસ પ્લાન બનાવશે જેમાં સરકાર અને એસ્ટેટ એસોસિયેશનની ભાગીદારીમાં પ્રાથમિક સુવિધાના કામો શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp