નેચરલ ડાયમંડ માટે GJEPC અને ડી બીયર્સે હાથ મિલાવ્યા, રિટેલર્સને ફાયદો
ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) અને દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇનીંગ કંપની ડી બીયર્સે નેચરલ ડાયમંડને પ્રોત્સાહન આપવા માટે વ્યુહાત્મક સહયોગ કર્યો છે.
ઇન્ડિયા નેચરલ ડાયમંડ રીટેલર એલાયન્સના નામથી આ બંને સંસ્થા કામ કરશે. જ્વેલરી રિલેટર્સને સ્થાનિક ભાષામાં નેચરલ ડાયમંડ વિશે તાલિમ આપવામાં આવશે અને રિટેલર્સને જરૂરી તમામ ટુલ્સ પુરા પાડવામાં આવશે.
GJEPCના ચેરમેન વિપુલ શાહે ક્હયું કે, ભારતનું જેમ એન્ડ જ્વેલરી માર્કેટ અત્યારે 85 અબજ ડોલરનું છે જે 2023 સુધીમાં 130 અબજ ડોલર પર પહોંચવાની ધારણા છે.
ડી બીયર્સના CEO સેન્ડ્રીન કોઇન્સેલરે કહ્યું કે, ભારતીય જ્વેલરી રિટેલ સેકટરનો નેચરલ ડાયમંડના પ્રસારમાં 10 ટકા જ હિસ્સો છે એટલે રિટેલર્સને ખેડાણ કરવાની મોટી જગ્યા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp