ઉદ્યોગો સમયસર શરૂ થાય તે માટે સરકાર પક્ષે કરવાની થતી મદદમાં વિલંબ નહીં કરાયઃ CM

PC: khabarchhe.com

સરકારે કહ્યું કે, ગુજરાતને વિશ્વ સમુદાય સમક્ષ મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમા આગામી વાઇબ્રન્ટ સમિટ 2022 ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ સાથે યોજાશે.

આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12 દરમ્યાન યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકારે આ સોમવારે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રૂ. 14003.10 કરોડના સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

આ સુચિત રોકાણોથી શરૂ થનારા ઉદ્યોગોમાં આગામી સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળી એમ 28,585 લોકોને નવા રોજગાર અવસર પ્રાપ્ત થશે.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે તેને આ વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમેણે કહ્યું કે, ભારતના હરેક ક્ષેત્રની પ્રગતિ અને વિકાસમાં ગુજરાત મોટું યોગદાન આપવા તત્પર છે. ભૂપેન્દ્ર પટેલે જે ઉદ્યોગો માટેના સુચિત રોકાણ MOU થયા છે તે ઉદ્યોગો સમયસર શરૂ થાય તે માટે રાજ્ય સરકાર તરફથી આપવાની થતી મદદમાં સરકાર વિલંબ નહી દાખવે તેમ પણ ઉદ્યોગકારોને જણાવ્યું હતું.  

જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં – કેમિકલ, ફાર્મા, API, પેસ્ટિસાઇડ્સ, ઇલેક્ટ્રીક વ્હીકલની બેટરી માટે કેમિકલ, પેઇંટ ફેક્ટરી, ડાય્ઝ એન્ડ ઇન્ટરમિડિયેટ રસાયણો તેમજ એગ્રોકેમિકલ્સ, દવા ઊદ્યોગોની કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ ઊદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરુચ, વાપી, જઘડીયા, સાયખા, અંકલેશ્વર, સાણંદ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે. આ મૂડીરોકાણો દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બીઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp