જો બિલ ન ભરો તો તમારું નળ કનેક્શન કપાય છે? ઉદ્યોગોના 3425 કરોડ બાકી છે છતા જલસા

PC: indianexpress.com

ગુજરાતમાં સામાન્ય વ્યક્તિ કે સોસાયટીના રહીશો જો પાણીનું બીલ ન ભરે તો તેને નોટીસ આપીને પાણીનું જોડાણ કાપવામાં પાછી પાની નહીં કરતી રાજ્ય સરકાર ઉદ્યોગજૂથો પર વધારે મહેરબાન બની છે. નદીના પાણી વાપરીને કેટલાક એવા ઉદ્યોગો છે કે જેમણે પાણીના દરો નહીં ચૂકવીને સરકારને ચૂનો લગાવ્યો છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું છે કે છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગમાં લેવાતા નદીના પાણીના દર અન્યયે સરકારને 2277.38 કરોડ રૂપિયાની આવક થઇ છે. જો કે રાજ્યમાં એવા પણ ઉદ્યોગો છે કે જેમણે પાણીના દરો ઘણાં લાંબા સમયથી ચૂકવ્યા નથી.

જેમણે પાણીના દરો ચૂકવ્યા નથી તેવા ઉદ્યોગો પાસેથી સરકારને 3425.46 કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી છે. આ બાકી રકમની વસૂલાત અંગે જળસંપત્તિ વિભાગે કહ્યું હતું કે જે ઉદ્યોગજૂથો પાસેથી નાણાં વસૂલવાના બાકી છે તેમને સમયાંતરે નોટીસ આપવામાં આવી છે તેમજ તેમની જમીન અને મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ કેટલાક એકમો દ્વારા કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આ કોર્ટ કેસ સુનાવણી હેઠળ હોઇ કોર્ટનાચૂકાદા પ્રમાણે કાર્યવાહી કરવાની થાય છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર લોકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને ઉદ્યોગોને સંચાલન માટે જરૂરિયાત પ્રમાણેનું પાણી આપે છે. ગુજરાતમાં ઔદ્યોગિક એકમોને જે પાણી આપવામાં આવે છે તેના દર સૌથી ઉંચા છે અને પ્રતિવર્ષ તેમાં 10 થી 15 ટકાનો વધારો કરવામાં આવે છે. ઉદ્યોગજૂથો પાસેથી જે દર વસૂલ કરવાનો થાય છે તે બે વર્ષની બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp