ત્રિ-દિવસીય 14મા ગ્રામિણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન

PC: pbs.twimg.com

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ૨૦૧૭-૧૮માં સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતેના લોકમેળામાં સંભવિત આગામી તા.૨૪ થી ૨૬ ઓગસ્ટ ૨૦૧૭  દરમિયાન ચૌદમા ગ્રામિણ ઓલિમ્પિક્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આ ગ્રામિણ ઓલિમ્પિક્સમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબી દોડ ( ૪ x ૧૦૦ મી.રીલે દોડ ) લાંબી દોડ ૩૦૦૦ મી.દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી વોલીબોલ, લંગડી, સ્લો સાયક્લીંગ, મત્સ્યવેધ (આર્ચરી) કબડ્ડી, રસ્સાખેંચ, લાકડી ફેરવવી, સ્ટ્રોન્ગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ શણગાર, અશ્વ હરીફાઇ રેવાલ જેવી સ્પર્ધાઓ યોજાશે.

જ્યારે બહેનો માટે- ટુંકી દોડ, લાંબી દોડ (૪ x ૧૦૦ મી.રીલે દોડ)  લાંબી દોડ ૩૦૦૦ મી.દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલીબોલ, કબડ્ડી, લંગડી, દોરડાકુદ,  (રોપ સ્કીપીંગ), માટલા દોડ, સાતોડી, (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાશે.

ગ્રામિણ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા ઇચ્છુક જિલ્લા (ગ્રામ્ય) ની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ શ્રી બળવંતસિંહ ચૌહાણ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી, એ/પ, બહુમાળી ભવન, ખેરાપી રોડ, પો.રતનપુર, જિ. સુરેન્દ્રનગર-૩૬૩ ૦૦૦ ને તા.૨૩ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેના એન્ટ્રી (પ્રવેશ) ફોર્મ દરેક જિલ્લાના રમત-ગમત અધિકારીશ્રીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે તેમ મુખ્ય કોચ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવ્યુ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp