GST કાઉન્સીલ: હેન્ડીક્રાફટની કઈ 29 આઈટમ પર મળી રાહત, 49 પ્રોડક્ટસમાં ઘટાડો

PC: Twitter.com

GST કાઉન્સીલે નાના વેપારીઓ માટે રાહત આપી છે. હેન્ડીક્રાફટની 29 આઈટમ પરનો ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અંદાજે 49 પ્રોડક્ટસ પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આમ કુલ 78 આઈટમ પર રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ઉત્તરાખંડના નાણા મંત્રી પ્રકાશ પંતે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે GST કાઉન્સીલની 25મી મીટીંગ બાદ ઉત્તરાખંડના નાણા મંત્રી પ્રકાશ પંતે પત્રકારોને જણાવ્યું કે હેન્ડીક્રાફટની આઈટમ પર GST નાબૂદ કરી દેવામાં આવી છે.

અલબત્ત દેશ જેની સૌથી વધુ રાહ જોઈ રહ્યો હતો તે પેટ્રોલ અને ડીઝલ પર GSTમાં ઘટાડો કે તેને નાબૂદ કરવા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ ઉપરાંત રીઅલ એસ્ટેટ સેક્ટરને GSTના દાયરામાં લાવવા માટે પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી. મીટીંગ પૂર્વે રીઅલ એસ્ટેટ અંગે જોરશોરથી ચર્ચા કરવામાં આવી રહી હતી. GST કાઉન્સીલે વેપારીઓને પણ ફાઈલીંગમાં પણ કોઈ રાહત આપી નથી.

નોંધનીય છે કે ગુરુવારે મીટીંગ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે ખેતીના સાધનો, ઈલેકટ્રોનિક્સ વ્હીકલ્સ, ઓન લાઈન સેવા અને હેન્ડીક્રાફ્ટ પરના ટેક્સમાં રાહત આપવામાં આવશે. આ બધામાંથી માત્ર હેન્ડીક્રાફટ પર જ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp