કેપિટલ સહાય યોજના હેઠળ રાજ્યના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન: સૌરભ પટેલ

PC: facebook.com/SaurabhPatel.Dalal

વિધાનસભા ગૃહમાં કેપિટલ સહાય યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ હતું કે વિકાસને ખરા અર્થમાં સાકાર કરતી રાજ્ય સરકાર ઔદ્યોગિક નીતિ-2015 અન્વયે કેપિટલ સહાય યોજના હેઠળ રાજ્યના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકાર એમ.એસ.એમ.ઇ. એકમોને કેપિટલ સહાય યોજના દ્વારા મદદ કરી રહી છે, જેના થકી રાજ્યમાં ઘણા નાગરિકોને રોજગારી મળી છે તથા નાના ઉદ્યોગોને આધુનિકરણ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.

તેમણે પટેલે વધુમાં ઉમેર્યુ હતુ કે કેપિટલ સહાય યોજના હેઠળ તા.31/12/2019 સુધીમાં વડોદરા જિલ્લામાં 416 અરજીઓ મંજૂર કરી રૂા.2,437.61 લાખની સહાય ચૂકવાઇ છે. જ્યારે વલસાડ અને રાજકોટ જિલ્લામાં અનુક્રમે 268 અને 1536 અરજીઓ મંજૂર કરી વલસાડ જિલ્લામાં રૂા.2215.39 લાખની સહાય તથા રાજકોટ જિલ્લામાં રૂા.115,90,89,147ની સહાય ચૂકવાઇ છે. તેમને પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કેપિટલ સહાય યોજના હેઠળ વડોદરા જિલ્લામાં વર્ષ 2018માં 2260 અને વર્ષ 2019માં 2745 જેટલી રોજગારી પૂરી પડાઇ છે તેમ વધુમાં ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp