ગુજરાતને વ્યાજબી ભાવે ગેસ પૂરો પાડવા કતારના મંત્રીને સૌરભ પટેલની અપીલ

PC: khabarchhe.com

ગુજરાતને લાંબા ગાળા માટે વ્યાજબી ભાવે ગેસ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે કતારના ગેસ પુરવઠા મંત્રી સાદ શેરીદા અલ કાબીને અપીલ કરી હતી.કેન્દ્રીય પેટ્રોલીયમ અને નેચરલ ગેસ બાબતોના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કતારના ઉર્જા મંત્રી સાદ શેરીદા અલ કાબી વચ્ચે દિલ્હી ખાતે યોજાયેલ ધ્વીપક્ષીય બેઠકમાં રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ રજૂઆત કરી હતી.

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે કતારના ઉર્જા મંત્રી સાથે ચર્ચા દરમિયાન રાજ્યમાં આવેલા ગેસ આધારિત પાવર પ્લાન્ટ અંગે માહિતી આપી હતી. રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તકના 2500 મેગાવોટ ગેસ આધારિત પાવર પ્લાન્ટ અને ખાનગી ક્ષેત્રના 1500 મેગાવોટ ક્ષમતા ધરાવતા ગેસ આધારિત પાવર મળી રાજ્યમાં કુલ 4000 મેગાવોટ ક્ષમતાના પાવર પ્લાન્ટ કાર્યરત છે. જો કુલ ક્ષમતાનાં 70% પ્લાન્ટ પણ ચાલે તો દર વર્ષે 3.5 મિલિયન ટન ગેસની જરૂરીયાત હોય આ ગેસ સત્વરે મળે એ માટે અપીલ કરી છે.

ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં કુલ 18 લાખ ઘરોમાં પાઈપલાઈન આધારે નાગરિકોને ગેસ પૂરો પાડવામાં આવે છે અને આગામી દિવસોમાં આ આંકડો 22 થી 24 લાખ સુધી લઇ જવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. દેશભરમાં કુલ 24000 મેગાવોટ ક્ષમતા ધરાવતા ગેસ આધારિત પાવર પ્લાન્ટ છે જેમાં 21% હિસ્સો માત્ર ગુજરાતનો છે ત્યારે ગુજરાતને લાંબા ગાળા માટે વ્યાજબી કિંમતે ગેસ મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કતારના ગેસ પુરવઠા મંત્રી દ્વારા સૌરભ પટેલને આ અંગે ખાતરી પણ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp