26th January selfie contest

જરૂરિયાત મુજબ નવી GIDC સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધ

PC: youtube.com

રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી નવીન G.I.D.C. સ્થાપવામાં આવે છે. રાજ્યમાં હાલ અરવલ્લી જિલ્લામાં 03, ગાંધીનગર જિલ્લામાં 09, સાબરકાંઠામાં 03 તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં 02-02 એમ કુલ 19 GIDC કાર્યરત છે તેમ વિધાનસભાગૃહમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યરત GIDC અંગે ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા વિધાનસભાગૃહમાં ઉદ્યોગ વિભાગની જવાબદારી ધરાવતા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું.

રાજ્યમાં જરૂરિયાત મુજબ નવીન GIDC સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલી GIFT સિટીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ ઉપરાંત ટાટા, બેંક ઓફ બરોડા, BSE, NSE જેવી કંપનીઓ દ્વારા અંદાજે 10,000થી વધારે લોકોને રોજગારી આપવામાં આવે છે.

સ્થાનિક યુવાનો આ GIFT સિટી ખાતે પોતાનો વ્યવસાય સ્થાપી શકે તે માટે GIDC 6 લાખ ચોરસ ફુટની જગ્યા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ સાથે GIFT સિટી એક વૈશ્વિક કક્ષાનું હબ બનશે, તેમ પણ મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp