26th January selfie contest

વિવિધ પ્રાંતમાંથી રોજગારી માટે આવેલા લોકોને પણ ગુજરાતે હંમેશાં આવકાર્યા: મંત્રી

PC: khabarchhe.com

સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ સમારોહને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સુંદર , સરળ અને લોકાભિમુખ શાસનને સુશાસન ગણાવીને રાજ્ય સરકારની જન્મથી મરણ સુધીની લાભાન્વિત કરતી યોજનાઓ સુશાસનની પરિકલ્પના સાકાર કરતી હોવાનું જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીએ સુશાસનના ચિંધેલા માર્ગ પર ચાલીને લોકાભિમુખ શાસનની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે. જે પરિપાટી પર ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં થયેલા સર્વાંગી વિકાસના કારણે જ આજે ગુજરાત સુશાસન આંકમાં મોખરે રહ્યું છે. વિવિધ પ્રાંતમાંથી રોજગારી અર્થે રાજ્યમાં આવીને વસેલા લોકોને પણ ગુજરાત રાજ્યે હરહંમેશ આવકાર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યમાં નવા ઉદ્યોગો અને રોજગારીની તકોનું સર્જન કરશે. વાઇબ્રન્ટ ગુજરાતના આયોજન થી જ રાજ્યને વૈશ્વિક ફલક પર નામના મળી.

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ કાર્યક્રમના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દીન શ્રમિકોને શ્રમયોગી તરીકે નવાજ્યા હોવાનું જણાવી કાશી મંદિર નિર્માણ સાથે જોડાયેલા શ્રમયોગીઓ સાથે વડાપ્રધાને ભોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકારનું શ્રમ અને રોજગાર વિભાગ યુવાનોની કારકિર્દી ઘડતરમાં અને તેમને પગભર બનાવવામાં અહમ ભૂમિકા ભજવી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યમાં યુવાનોના કૌશલ્યવર્ધન ક્ષેત્રમાં વધારો કરવા ધ સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી ટૂંક જ સમયમાં કાર્યરત થઈ રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના અંદાજિત 50 હજાર યુવાનોને રોજગાર નિમણૂક પત્રો અને આશરે 30 હજાર યુવાનોને એપ્રેન્ટીસ કરાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં મુખ્યમંત્રીના હસ્તે પણ પ્રતીકરૂપે યુવાનોને રોજગાર પત્રને એપ્રેન્ટીસ પત્રથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

ઉપરોક્ત કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર, કુટીર ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ સર્વ કિરીટ સોલંકી, નરહરિ અમીન, ધારાસભ્ય સર્વ બાબુ પટેલ, રાકેશ શાહ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, બલરામ થાવાણી, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, અગ્રણી કણાવતી મહાનગરના અધ્યક્ષ અમિત શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp