26th January selfie contest

હવાના પ્રદૂષણમાં ગુજરાત નંબર 2 બનતા ઉદ્યોગો માટે નવી નીતિ બનાવવી પડી

PC: ehstoday.com

ગુજરાતમાં દરિયા કાંઠો અને જંગલોને બાદ કરતા 90 ટકાથી વધુ લોકો બિન આરોગ્યપ્રદ હવા શ્વાસોચ્છવાસમાં લે છે, જે ફેફસાના કેન્સર, અસ્થમા અને હૃદયની બીમારી જેવી આરોગ્યની સમસ્યાઓ વધી છે. જેના માટે ગુજરાત સરકાર, ગુજરાતના ઉદ્યોગો, વાહન ચલાવતા લોકો, રોડ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક સત્તાવાળા જવાબદાર છે. તેથી સરકારને ફરજ પડી છે કે ઉદ્યોગ માટે નવી નીતિ લાવવી, પણ જેમાં પ્રદૂષિત એકમો સામે પગલા ન લેતા અધિકારીઓ સામે કોઈ પગલા લેવાની જોગવાઈ કરી નથી. તેથી નીતિ અર્થહીન બની રહેશે.

વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે યુએનઇપી દ્વારા 2019ની 5મી જૂન, વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી બીટ એર પોલ્યુશ; થીમ પર કરવાનો નિર્ણય લીધો છે. પ્રદૂષણમાં દેશમાં ગુજરાત 2 નંબર પર આવ્યું છે, તેથી ભાજપ સરકારને નવી નીતિ બનાવવાની ફરજ પડી છે. પર્યાવરણ દિવસે ઓછું પ્રદૂષણ કરનારા તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ઉત્સર્જક વેપાર-યોજના (Emission Trading Scheme) સરકારે અમદાવાદ ખાતે જાહેર કરી હતી. Emission Trading Market ઉભુ કરાશે. ઉદ્યોગોને નાણાકીય ફાયદો થશે તથા હવા પ્રદૂષણ નિયંત્રણ સાધનોની કાર્યક્ષમતા વધશે અને પ્રદૂષણ નિયમનના ખર્ચમાં ઘટાડો થશે.

CEMS જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરીને મોનીટરીંગને મજબૂત બનાવી પ્રદૂષણ પર અંકુશ મેળવી શકાશે. CEMS ના સભ્ય થયેલા ઉદ્યોગોને ઓછામાં ઓછા ખર્ચમાં ઉત્સર્જન, કાયદાકીય પાલન માટે રાહત અને ઉત્સર્જન ઘટાડવા માટેના વળતર પણ મળશે. વિશ્વમાં વાયુ પ્રદૂષણ સંબંધિત કારણોથી દર વર્ષે 70 લાખ લોકોના મૃત્યુ થાય છે. ગુજરાતમાં 2 લાખ લોકો 2018માં પ્રદૂષણના કારણે મોતને ભેટ્યા હતા. જેની કોઈને ખબર પણ ન પડી. તે માટે ઉદ્યોગો અને સરકારના ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે. પ્રદૂષણ પકડાય છે છતા સ્થાનિક અધિકારી સામે ક્યારેય પગલા લેવાયા નથી.

વર્ષ 2015માં ભારતમાં અંદાજે 5.2 લાખ લોકોના મૃત્યુ વાયુ પ્રદૂષણને કારણે થયા હતા. 2016માં 12 લાખ, 2017 માં ભારતમાં 17 લાખ, 2018માં 20થી 25 લાખ લોકો ભારતમાં મોતને ભેટ્યા છે. જેમાં 8થી 10 ટકા લોકો ગુજરાતના છે. હવાનું એટલું વ્યાપક પ્રદૂષણ છે કે, ગુજરાતમાં ફેફસાના રોગથી જ વર્ષે 52 હજાર લોકોના મોત થાય છે.

વાતવરણમાં ભળેલા કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ અને ધૂળના રજકણોથી ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જેના લીધે પ્રદૂણથી ન્યૂમોનિયા, સ્ટ્રોક, ફેફસાનું કેન્સર, હૃદયને લગતી તરલીફો, હાર્ટએટેક, ડાયાબિટીસ જેવા રોગો થાય છે અને જેમાં ગુજરાતમાં વર્ષે 2 લાખ લોકો મોતને ભેટે છે. અમદાવાદની હવામાં ઝેરી પ્રદૂષણ સૌથી વધુ છે. 2018માં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધીને 224 સુધી પહોંચ્યો હતો જેના કારણે વૃદ્ધ અને અસ્થમા, હૃદયરોગના દર્દીઓને ઘરની બહાર નીકળવા સલાહ આપવામાં આવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp