ગુજરાત પાછલા પાંચ વર્ષમાં દેશમાં સૌથી વધુ ઝડપથી વિકસતું રાજ્ય

PC: narendramodi.in

ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા જાહેર કરવામાં આવેલ પાછલા પાંચ વર્ષના નાણાકીય રીપોર્ટમાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને હરિયાણા સૌથી ઝડપે વિકસતા રાજયો તરીકે ઉભરી આવ્યા છે. આ રાજયોનો એવરેજ જીએસડીપી વિકાસ 10 ટકા જેટલો વધુ છે.

અહેવાલમાં વિકસતા રાજયોમાં સ્થાન પામવા માટે જીડીપી ગ્રોથ રેટ 6.9 ટકા વધારે, ઇન્ફલેશન રેટ 6.8 ટકાથી ઓછો અને ઋણ જીડીપી રેશિયો 23.7 ટકા અને રાજકોષીય ખાધ 3 ટકાથી નીચે હોવી જોઈએ તેવા પેરામીટર રાખવામાં આવ્યા હતા. અહેવાલ પ્રમાણે મેક્રોઇકોનોમીના ત્રણેય મહત્વના પેરામીટર પર ગુજરાતનું પરફોર્મન્સ સારુ રહ્યું છે. તેમજ આ સમયગાળામાં દેશના ગ્રોથ રેટ કરતા પણ ગુજરાતનો ગ્રોથ રેટ વધુ હતો. જયારે રાજકોષીય ખાધ એફઆરબીએમના કાયદા દ્વારા નિશ્યિત કરવામાં આવેલ ટાર્ગેટ કરતા ઓછી હતી. જયારે મહારાષ્ટ્ર પણ આ ત્રણેય પેરામીટર આધારે ઘણુ સારુ પ્રદર્શન કર્યું છે.

આ અહેવાલમાં કહેવાયું કે,2013- 17ના નાણાંકીય વર્ષોમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને હરીયાણા ભારતના અન્ય રાજયોની સાપેક્ષમાં સૌથી ઝડપે પ્રગતી કરતા રાજયો છે. જયારે પંજાબ, ઉત્તરપ્રદેશ અને કેરળ બોટમ લાઈન પર છે.' ગુજરાત, મધ્યપ્રદેશ અને હરિયાણામાં મોંઘવારી દર દેશના એવરેજ મોંઘવારી દર 6.8 ટકા કરતા ઓછો છે જેનો મતલબ છે કે આ રાજયો માટે વૃદ્ઘી-ફૂગાવાનો ટ્રેડ ઓફ છે.

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp