ગુજરાતના PSUs: 54નો નફો 3647 કરોડ, 14ની ખોટ 18412 કરોડ

PC: theindianiris

ગુજરાત સરકારના જાહેર સાહસોની સ્થિતિ યથાવત રહેવા પામી છે. રાજ્યના 77 સાહસો પૈકી 54 સાહસોએ 3647.96 કરોડ રૂપિયાનો નફો કર્યો છે જ્યારે 14 સાહસોએ 18412.39 કરોડ રૂપિયાની ખોટ કરી છે.

કેગના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના નવ જાહેર સાહસો પૈકી એક પણ સાહસે વેપારી ધોરણે કામગીરી શરૂ કરી નથી.  પાંચ સાહસો એવા હતા કે જેમણે તેમના હિસાબો આપ્યા નથી. એક સાહસે આવક કરતાં ખર્ચનો વધારો બિન આયોજન અનુદાન મૂડી અનામત ખાતે સરભર કર્યો હતો.

2016-17માં રાજ્ય સરકારને નફો કરતાં 54 બોર્ડ-કોર્પોરેશન પાસેથી 110.10 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું હતું. જાહેર ક્ષેત્રના ઉપક્રમોથી મળતા આવા નજીવા વળતર (3.02 ટકા) ને જોતાં સરકારે યોગ્ય ડિવિડન્ડ નિતી ઘડવી જોઇએ જે રાજ્યના જાહેર સાહસોને લાગુ કરી શકાય.

છેલ્લા અંતિમ રૂપ અપાયેલા હિસાબો પ્રમાણે 77 કાર્યરત બોર્ડ-કોર્પોરેશનમાં રોકાણો અને એકત્રિત નુકશાન અનુક્રમે 149499.29 કરોડ અને 11366.47 કરોડ રહ્યું હતું જ્યારે 11 સાહસોના કેસોમાં ચોખ્ખી સંપત્તિમાં ધોવાણ નોંધાયું હતું જે નકારાત્મક 13277.57 કરોડ થવા જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp