સ્ટાર્ટ અપને પ્રોત્સાહન બદલ GTU એવોર્ડથી સન્માનિત

PC: khabarchhe.com

13મીથી 16મી ઓક્ટોબર દરમિયાન ચેન્નાઈમાં યોજાયો તેમાં ગુજરાત ટેકનોલોજી (જીટીયુ)ને સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. જીટીયુ-પ્રેરિત એક સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને પણ એક એવોર્ડ હાંસલ થયો હતો. આ રાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવમાં ભાગ લેવા દેશભરમાંથી પસંદગી પામેલી 15 ટીમોમાંથી ગુજરાતની છ ટીમોનો સમાવેશ થતો હતો.

આઈઆઈટી મદ્રાસ, અન્ના યુનિવર્સિટી, સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, સ્ટ્રક્ચરલ એન્જીનિયરીંગ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઓસન ટેકનોલોજી ખાતે આ વિજ્ઞાન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. તેના આયોજકોમાં ભૂમિ વિજ્ઞાન મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, વિજ્ઞાન ભારતી અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઓસન ટેકનોલોજીનો સમાવેશ થતો હતો. આ મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ સમીટ યોજાઈ હતી, જેમાં જીટીયુને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ તરીકે રૂ. ત્રણ લાખનું ભંડોળ એનાયત કરવામાં આવ્યું હતું.

વિકાસ પામી રહેલા સ્ટાર્ટ અપની કેટેગરીમાં જીટીયુ-પ્રેરિત સ્ટાર્ટ અપને રૂ. સવા લાખનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ભારતમાં સુપર કૉમ્પ્યુટરના ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક પદ્મશ્રી વિજય ભટકરના હસ્તે વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે સમિટમાં વિદ્યાર્થીઓને સંબોધતા પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જીટીયુ જીટીયુ વર્ષ 2010માં સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ સપોર્ટ સિસ્ટમ હાથ ધરનાર ભારતની સૌપ્રથમ યુનિવર્સિટી બની હતી.

આ અનોખા કાર્યક્રમનો સીધો લાભ આશરે 50 હજારથી વધારે વિદ્યાર્થીઓને મળ્યો. જ્યારે આશરે બે લાખથી વધુ વિદ્યાર્થીઓને તેનાથી આડકતરો ફાયદો થયો. તે સમયગાળામાં જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ દ્વારા કૉલેજો અને ઔદ્યોગિક વસાહતો આસપાસ અંદાજે 300 ઈનોવેશન ક્લબો અને 25 ઈનોવેશન ક્લસ્ટરોની રચના કરવામાં આવી હતી. ગુજરાતભરની કૉલેજોમાં આ પગલાંઓને પરિણામે અભૂતપૂર્વ વાતાવરણનું નિર્માણ થયું અને તેની ફળશ્રુતિ સ્વરૂપે લગભગ 100 સ્ટાર્ટ અપનો આરંભ થઈ શક્યો એટલું જ નહિ 300 પેટન્ટ અરજીઓ પણ દાખલ કરવામાં આવી. ઈનોવેશન તથા સ્ટાર્ટ અપને લગતા જીટીયુના પગલાંઓની રાષ્ટ્રીય સ્તર સુધી નોંધ લેવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp