26th January selfie contest

એલન મસ્કના ટ્વીટર પ્લાન પાછળ ભારતીયનું મગજ? કહ્યું- હું મસ્કની મદદ કરું છું

PC: hindi.news18.com

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની કમાન પોતાના હાથમાં લેતા ભલે એલન મસ્કે ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો હોય, તેમ છતાં, હજુ પણ મસ્કે એક ભારતીયનો જ સહારો લેવો પડી રહ્યો છે. ચેન્નાઇ બેઝ્ડ ટેક્નોલોજિસ્ટ અને ઇનવેસ્ટર શ્રીરામ કૃષ્ણન વિશ્વના સૌથી અમીર વ્યક્તિની મદદ કરી રહ્યા છે અને આ વાત તેમણે પોતે જ સ્વીકારી છે.

સોમવારે શ્રીરામ કૃષ્ણને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ટ્વીટરના કારોબારને ચલાવવા માટે એલન મસ્કની મદદ તે જ કરી રહ્યા છે. તેમણે સ્વીકર્યું કે, તેઓ અસ્થાઇ રૂપે ટ્વીટર માટે એલન મસ્કની મદદ કરી રહ્યા છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, હવે લોકો જાણી ચૂક્યા છે, હું ટ્વીટરમાં એલન મસ્કની અસ્થાઇ રૂપે સહાયતા કરી રહ્યો છું. હું અને A16z સમજે છે કે, આ એક મહત્વપૂર્ણ કંપની છે અને વિશ્વ પર તેનો ઘણો પ્રભાવ પડી શકે છે અને એલન મસ્ક જ આવું સંભવ કરી શકે છે.

ભારતીય ટેક્નોલોજિસ્ટ શ્રીરામ કૃષ્ણન કન્ઝ્યુમર સ્ટાર્ટઅપ A16z એટલે કે, Anderssen Horowitz કંપનીના જનરલ મેનેજર છે. એ સિવાય શ્રીરામ બિટ્સકી, હોપિન અને વોલીવર્કના બોર્ડ માટે કામ કરવાની સાથે સાથે જ ટ્વીટર પર કોર કન્ઝ્યુમર ટીમોનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. ટ્વીટરમાં તેમના ખભા પર હોમ ટાઇમલાઇન, N યુઝર્સના એક્સપીરીયન્સ, સર્ચ અને ઓડિયન્સ ગ્રોથ જેવી જવાબદારીઓ હતી.

એલન મસ્કના હાથમાં આવ્યા બાદ જ્યાં, ટ્વીટરમાં પરાગ અગ્રવાલ સહિત ટોપ લેવલના અધિકારીઓની છુટ્ટી કરવામાં આવી, તો તેની સાથે જ મસ્કે કંપનીમાં લેઓફનું પણ એલાન કરી દીધું છે. તેની સાથે જ એક મોટો ફેરફાર ટ્વીટર યુઝર્સના ગજવા પર પડશે. એક રિપોર્ટ અનુસાર, ટ્વીટર પર બ્લુ ટિક માટે કંપની ચાર્જ વસૂલવાનો શરૂ કરી શકે છે. તેમાં કહેવાયું છે કે, ફક્ત ટ્વીટર બ્લુ યુઝર્સને જ બ્લુ ટિક આપશે. બ્લુ ફી પણ વધારીને 19.99 ડોલર એટલે કે, લગભગ 1600 રૂપિયા કરવામાં આવી શકે છે. સવાલ એ પણ ઉઠે છે કે, શું ટ્વીટરની કમાણીને લઇને થઇ રહેલા આ ફેરફારો પાછળ પણ શ્રીરામ કૃષ્ણનનું મગજ તો નથી ને.

આ વર્ષે 4થી એપ્રિલ, 2022ના રોજ એલન મસ્કે પહેલા ટ્વીટરમાં 9.2 ટકાની હિસ્સેદારી ખરીદી અને પછી થોડા દિવસો બાદ જ 13મી એપ્રિલે મસ્કે ટ્વીટરને ખરીદવા માટે બોર્ડને પત્ર લખીને 44 અબજ ડોલરની ઓફર આપી. ઘણી મુશ્કેલી બાદ આખરે બોર્ડ આ પ્રસ્તાવ પર ડીલ માટે તૈયાર થઇ ગયું. આ દરમિયાન એક નવો ટ્વીસ્ટ આવ્યો, જ્યારે એલન મસ્કે સ્પૈમ બોટની સંખ્યાને લઇને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા ડીલ તોડવાનું એલાન કર્યું.

એલન મસ્કના ડીલ તોડવાના એલાન બાદ ટ્વીટર બોર્ડે તેમને કોર્ટમાં લઇ જવાની તૈયારી કરી અને કેસ ડેલાવેયર કોર્ટમાં પહોંચ્યો. આખરે એલન મસ્ક ફરીથી ટ્વીટર ડીલને આગળ વધારવા માટે માની ગયા અને હવે કંપનીના નવા બોસ બની ગયા છે. જોકે, મસ્કે હજુ સુધી નક્કી નથી કર્યું કે, ટ્વીટરને લીડ કોણ કરશે. સંભવ છે કે, ટ્વીટરની પાયલટ સીટ પર હજુ પણ એલન મસ્ક જ બેસશે. તેમણે પોતાના ટ્વીટર બાયોમાં ચીફ ટ્વીટ લખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp