જુઓ એરટેલની ઓફરનો Jioએ કઈ રીતે જવાબ આપ્યો, Jioની ડબલ ધમાકા ઓફરથી ગ્રાહકોને મજા

PC: thetechy.com

⦁       Jioએ તેની સેવાના પ્રારંભે દરરોજ વધુ મૂલ્ય (ઇ.ડી.એમ.વી) આપવાનું વચન આપ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે Jio યુઝર્સ હંમેશા ઉદ્યોગ જગતના સૌથી શ્રેષ્ઠ ટેરીફ મેળવશે અને પોતાના આ વચનના પાલન માટે પ્રતિબદ્ધ છે.

⦁       EDMV વચન એ ખાતરી આપે છે કે Jio યુઝર્સ ઉદ્યોગ જગતના અન્ય ઓપરેટરોના યુઝર્સ કરતાં હંમેશાં વધારે લાભ મેળવશે.

⦁       તાજેતરમાં જ, એરટેલે તેના પસંદગીના ગ્રાહકો માટે રૂ.149 અને રૂ.399ની એમ.આર.પી.ના પ્લાનમાં દૈનિક 1 GB વધારે ડેટા આપવાની જાહેરાત કરી હતી.

⦁       એરટેલની ઓફરના જવાબમાં Jio હવે દૈનિક રીતે પુનરાવર્તીત થતા ડેટા પેક માટે રીચાર્જ કરાવનારા Jioના દરેક યુઝર્સને વધારાનો દૈનિક 1.5 GB 4G ડેટા પૂરો પાડશે.

⦁       1.5 GB/દૈનિક ડેટા પેક યુઝર્સ – રૂ.149, 349, 399, 449 ને હવે દૈનિક 3 GB ડેટા

⦁       2 GB/દૈનિક ડેટા પેક યુઝર્સ – રૂ. 198, 398, 448, 498 ને હવે દૈનિક 3.5 GB ડેટા

⦁       3 GB/દૈનિક ડેટા પેક યુઝર્સ – રૂ. 299 ને હવે દૈનિક 4.5 GB ડેટા

⦁       4 GB/દૈનિક ડેટા પેક યુઝર્સ – રૂ. 509 ને હવે દૈનિક 5.5 GB ડેટા

⦁       5 GB/દૈનિક ડેટા પેક યુઝર્સ – રૂ. 799 ને હવે દૈનિક 6.5 GB ડેટા

વધુમાં, Jio રૂ.300 કે વધારેના રીચાર્જ પર રૂ.100નું ડિસ્કાઉન્ટ પણ આપે છે અને રૂ.300થી ઓછાના રીચાર્જ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપે છે, જો યુઝર્સ માયજિય એપનો ઉપયોગ કરીને ફોન પે વોલેટનો ઉપયોગ કરીને પેમેન્ટ કરે તો.

સાથે, Jio યુઝર્સને મળશેઃ

⦁       રૂ.149 પેક અસરકારક રીતે માત્ર રૂ.120માં દૈનિક 3 GB ડેટા, ફ્રી વોઇસ, એસએમએસ અને Jio એપ્સ 28 દિવસ માટે

⦁       રૂ.399 પેક અસરકારક રીતે માત્ર રૂ.299માં દૈનિક 3 GB ડેટા, ફ્રી વોઇસ, એસએમએસ, અને Jio એપ્સ 84 દિવસ માટે.

⦁       Jio ઉદ્યોગજગતમાં પ્રાઇસ લિડર તરીકે પોતાનું અગ્રીમ સ્થાન જાળવી રાખે છે અને તમામ Jio યુઝર્સને આપેલું એવરીડે મોર વેલ્યુ (ઇડીએમવી)નું વચન નિભાવે છે, જેથી તેઓ વધારે લાભ મેળવી શકે અને ઉદ્યોગજગતના કોઇપણ ઓપરેટરની સરખામણીએ સૌથી શ્રેષ્ઠ ટેરીફ મેળવી શકે.

⦁       આ વધારાના ડેટાનો લાભ 12 જૂન સાંજે 4.00 વાગ્યાથી 30 જૂન 2018 સુધી મળી શકશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp