Jio GigaFiber હોમ બ્રોડબેન્ડ સર્વિસનું નવું સસ્તું પેકેજ, જાણો કિંમત અને ઓફર્સ

PC: youtube.com

Reliance Jioએ પોતાના Jio GigaFiber સર્વિસ માટે એક નવા પેકેજને લોઅર સિક્યોરિટી ડિપોઝીટની સાથે રજૂ કર્યું છે. નવા પેકેજમાં સિક્ટોરિટી ડિપોઝીટ ફી 2500 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં સિક્યોરિટી ડિપોઝીટ 4500 રૂપિયા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ (ONT) સર્વિસની માત્રિ કિંમત જ નહીં, પરંતુ સ્પીડને પણ 100Mbpsથી ઘટાડીને 50Mbps કરી દેવામાં આવી છે. સાથે જ જે બંડલ અપાનારા રાઉટરમાં હવે ડ્યૂઅલ-બેન્ડ કનેક્ટિવિટીને બદલે સિંગલ બેન્ડ સપોર્ટ મળશે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જે ઓરિજિનલ Jio GigaFiber સર્વિસની જાણકારી આપવામાં આવી હતી, તેમાં ફ્રીમાં 100Mbpsની સ્પીડમાં 100GB ડેટા આપવાની વાત કરવામાં આવી હતી અને હવે બીટા ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું હતું. જોકે, તેની સાથે રાઉટર માટે 4500 રૂપિયાની વન-ટાઈમ ડિપોઝીટ લેવામાં આવી રહી હતી. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે કંપનીએ એક બજેટ વર્ઝન રજૂ કર્યું છે, જેમાં યુઝર્સે વન-ટાઈમ ડિપોઝીટ તરીકે 2500 રૂપિયા આપવા પડશે. 2500 રૂપિયાવાળી Jio GigaFiber સર્વિસમાં જે ફાયદો મળશે તેમાં સિંગલ-બેંડ રાઉટર, 50Mbpsની સ્પીડ લિમિટ, વોઈસ સર્વિસ અને પ્રતિ માસ ફ્રી 1100GB ડેટા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp