Jioએ આપી નવી ગિફ્ટ, 3 મહિના સુધી દરેકને આ સેવા મળશે ફ્રી

PC: gadgetsnow.com

Jioએ આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે કંપની મ્યુઝિક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ સાવન સાથે કરાર કરશે. હવે એવું લાગે છે કે આ સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કારણ કે, સાવનનું નામ એપલ એપ સ્ટોરમાં જિયોસાવન બની ગયું છે. આ વિલીનીકરણ બાદ ચિહ્ન અને નામમાં ફેરફાર થઈ ગયો છે. જો કે, મોટા પ્રમાણમાં ડિઝાઇન અને સુવિધાઓ પહેલાની સમાન છે. નોંધનીય વસ્તુ એ છે કે એપલ એપ સ્ટોરમાં સાવન એપ્લિકેશનની જગ્યા નવી જિયો સાવન એપ્લિકેશને લઈ લીધી છે. જો કે, સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જિયો મ્યુઝિક એક અલગ એપ્લિકેશન તરીકે હાજર રહેશે. આ નવા સંપાદન બાદ જાણવા મળ્યું છે કે Jio બધા યુઝર્સને 90 દિવસ માટે ફ્રીમાં પ્રીમિયમ સાવન પ્રો સબ્સ્ક્રિપ્શન આપશે.

એપલ સ્ટોરમાં જેયોસાવન એપ્લિકેશનના 6.1 વર્ઝનમાં શેર કરવામાં આવેલ ચેન્જલોગ પ્રમાણે આ એપ્લિકેશન બધા Jio યુઝર્સ માટે મફત રહેશે. Jio મ્યુઝિક યુઝર્સ પોતાના પ્લેલિસ્ટ અને ડાઉનલોડ્સને નવી એપમાં પણ એક્સેસ કરી શકશે. આ ઉપરાંત, 90 દિવસ માટે ફ્રી સાવન પ્રો મેમ્બરશિપ Jioના તમામ પ્રીપેડ અને પોસ્ટપેડ યુઝર્સને આપવામાં આવશે. આઇઓએસ પર સાવનના જૂના યુઝર્સ માટે એપ્લિકેશન ડિઝાઇન લગભગ પહેલા જેવી જ રહેશે. કંપની દાવો કરે છે કે તેમની પાસે 4.5 કરોડ ગીતોની લાઇબ્રેરી છે, જેમાંથી કેટલાંક ગીતો પ્લેટફોર્મ પર વિશિષ્ટ રૂપે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનની સાઇઝ આશરે 79 એમબી છે અને આ એપ્લિકેશન યુઝ કરવા માટે આઇઓએસ 8.0 અથવા તેનાથી ઊંચુ વર્ઝન પર ચાલનારા આઈફોન, આઇપેડ અથવા આઇપોડ જ Jioની આ નવી ગિફ્ટનો લાભ લઈ શકશે.

નોંધનીય વાત એ છે કે આ અપડેટ્સ હજી સુધી ગુગલ પ્લે અને એન્ડ્રોઇડના સાવન એપ લર્ઝ 6.0.6 પર જોવા નથી મળી. અહીંયા હજી નવો બ્રાન્ડિંગ લોગો દેખાયો નથી. જો કે, સાવને ટ્વિટરમાં જણાવ્યું છે કે આ એપ એન્ડ્રોઇડમાં પણ આ એપને જલ્દી અપડેટ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp