જાણો, રાજ્ય બહારની કંપનીઓએ રોકાણ સામે કેટલી નોકરી આપી

PC: biospectrumasia.com

વાયબ્રન્ટ ગુજરાતમાં વિવિધ કંપનીઓએ મૂડીરોકાણ કર્યા છે જેની સામે સ્થાનિક રોજગારી આપવામાં આ કંપનીઓએ સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તેમ લાગે છે. ગુજરાતનો આદેશ છે કે કોઇપણ કંપની શરૂ કરવામાં આવે ત્યારે 85 ટકા સ્થાનિક ભરતી કરવાની હોય છે પરંતુ ટાટા મોટર્સ જેવી કંપનીઓએ તો સ્થાનિક ભરતી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં થયેલા 21341 કરોડના મૂડીરોકાણમાં માત્ર 14658 લોકોને સ્થાનિક નોકરી આપવામાં આવી છે.

એમઆરએફ કંપનીએ ગુજરાતમાં 4565 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે પરંતુ તેની સામે 2515 લોકોને નોકરી આપી છે. ફોર્ડ કંપનીએ 10300 કરોડના મૂડીરોકાણ સામે માત્ર 2817 લોકોને રોજગારી આપી છે.

મારૂતિના પ્રોજેક્ટમાં 3090 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ છે પરંતુ કંપનીએ 2326 લોકોનો રોજગારી આપી છે. હીરો મોટરકોર્પ તરફથી 1075 કરોડનું રોકાણ થયું છે જેની સામે 2000 યુવાનોને રોજગારી આપી છે.

હોન્ડા મોટરસાયકલ કંપનીમાં 1300 કરોડનું રોકાણ છે જેની સામે 3000 લોકોને રોજગારી આપવામાં આવી છે. મેક્સીસ રબ્બર કંપનીએ 1020 કરોડનું રોકાણ કર્યું છે જેની સામે કંપનીએ 2000ને રોજગારી આપી છે.

ગુજરાતમાં 85 ટકા સ્થાનિક ભરતી કરવાની હોય છે પરંતુ કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓ રાજ્ય બહારથી પસંદ કરે છે ત્યારે સ્થાનિક ભરતીનો આ નિયમ ભંગ થાય છે. આવા નિયમ ભંગનમા કેટલાક કિસ્સા સરકારના ધ્યાનમાં આવ્યા છે પરંતુ સરકાર નોટીસ આપ્યા વિના કોઇ પગલાં લઇ શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp