2018ના અંત સુધીમાં ખાદીનું વેચાણ 5000 કરોડ થશે

PC: pparelviews.com

મહાત્મા ગાંધીજીએ ખાદીને જ્યારે તેમનું વસ્ત્ર બનાવ્યું અને સૂતરના તાંતણે તેઓ બંધાયા હતા ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આજના યુવાનોને ખાદીનો કેટલો ક્રેઝ છે. એક અનુમાન છે કે 2018ના અંત સુદીમાં ખાદીનું વેચાણ 5000 કરોડને ક્રોસ કરી જશે.

સામાન્ય રીતે ગ્રામીણ ઉદ્યોગો અને ખાદી ગ્રામોદ્યોગને બહુ મોટો ઉદ્યોગ માનવામાં આવતો નથી. પણ વીતેલા વર્ષે આ બન્ને ઉદ્યોગોએ કમાલ કરી બતાવી છે. ગ્રામીણ ઉત્પાદનો અને ખાદીનું વેચાણ પહેલી વાર 50,000 કરોડ રૂપિયા ઉપર નીકળી ગયું છે.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ(કેવીઆઈસી) દ્રારા એકઠા કરાયેલા આંકડા દર્શાવે છે કે વીતેલા વર્ષે ગ્રામોદ્યોગ ઉત્પાદનોના વેચાણમાં 24 ટકાનો વધારો થયો છે, અને વેચાણ વધીને 50,000 કરોડ રૂપિયાની ઉપર નીકળી ગયું છે. આ રીતે ખાદી ઉત્પાદકોના વેચાણમાં 33 ટકાનો વધારો થઈને 2005 કરોડ સુધી પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2015-16માં જે 1635 કરોડ રૂપિયા હતું.

ટર્નઓવરના મામલામાં ખાદી અને ગ્રામોદ્યોગે રોજિંદા વપરાશમાં આવતા સામાન બનાવનારી દેશની કેટલીય કંપનીઓને પાછળ ધકેલી દીધી છે. એકલા ખાદીનું વેચાણ બોમ્બે ડાઈંગ અને રેમન્ડના વેચાણની સરખામણી કરી રહી છે. જો કે આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2016-17ના આંકડા રજૂ નથી કર્યા, હવે આયોગનું લક્ષ્યાંક ખાદીનું વેચાણ નાણાકીય વર્ષ 2018-19 સુધી બમણુ એટલે કે 5000 કરોડ રૂપિયા કરવાનું છે.

ખાદી અને ગ્રામીણ ઉત્પાદનોના વેચાણમાં વધારો થાય તે માટે સરકારે પોતાની ભૂમિકા અદા કરી જ છે. પણ સાથે સાથે ગ્રાહકોએ પણ રસ લીધો છે. તેની સાથે વિદેશી ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થયો છે.

અઠવાડિયામાં દર મંગળવારે ખાદીના વસ્ત્રો પરિધાન કરવાની શિક્ષણ મંત્રીની અપીલના પગલે રાજ્યના શિક્ષકો, આચાર્યો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓના સંકલ્પના કારણે રાજ્યના ખાદી ઉદ્યોગને વેગ મળ્યો છે. સરકારે પસંદગીના ત્રણ તાલુકાઓ ચોટીલા, જેતપુર અને જામકંડોરણામાં ખાદીના ગણવેશ પહેરવાની આપેલી સૂચના પછી ખાદીનું વેચાણ 6 કરોડ રૂપિયા થયું છે.

ગુજરાતમાં સુતરાઉ ખાદીનું ઉત્પાદન 2015-16માં 48 કરોડ થયું હતું, જ્યારે તેનું વેચાણ 60 કરોડ થવા પામ્યું છે. પોલિએસ્ટર ખાદીનું ઉત્પાદન 68 કરોડ અને વેચાણ 35 કરોડનું થયું છે, એ ઉપરાંત વૂલન ખાદીનું ઉત્પાદન 3 કરોડ અને વેચાણ 6 કરોડ તેમજ રેશમ ખાદીનું ઉત્પાદન 7 કરોડ અને વેચાણ 9 કરોડ રૂપિયા નોંધાયું છે. આમ ગુજરાતમાં ખાદીનો બિઝનેસ 100 કરોડને ક્રોસ કરી ગયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp