આ રીતે મજબૂરીમાં થયો હતો Maggiનો જન્મ, હવે વર્ષે એટલી કમાણી થાય છે કે તમે ચોંકશો

PC: time.com

બે મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જતી Maggiથી આજે સૌ કોઈ પરિચિત છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી આજે બધા જ તેના દિવાના છે. જોકે આ વાત ઘણાં ઓછા લોકો જ જાણે છે કે Maggiનો જન્મ ક્યારે થયો હતો? 2 મિનિટમાં તૈયાર થઈ જતાં નૂડલ્સને ‘Maggi’ નામ કોણે આપ્યું? તમામ વિવાદો છતાં પણ તેને બેન કેમ ન કરવામાં આવી? કઈ રીતે Maggi આજે પણ કરોડો લોકોની પસંદ બની છે? ચાલો તો જાણીએ Maggi પાછળની આખી કહાની.

સ્વિટ્ઝર્લેન્ડમાં રહેનારા જુલિયસ મેગીએ વર્ષ 1872મા પોતાના નામ પર કંપનીનું નામ Maggi રાખ્યું હતું. જાણકારો જણાવે છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં એ ઇન્ડસ્ટ્રિયલ ક્રાંતિનો સમય હતો. એ સમયે મહિલાઓ લાંબા સમય સુધી ફેક્ટ્રીઓમાં કામ કર્યા બાદ ઘરે જઈને ઓછા સમયમાં ખાવાનું બનાવવાનું થતું હતું. એવા મુશ્કેલ સમયમાં સ્વિસ પબ્લિક વેલફેર સોસાયટીએ જુલિયસ મેગીની મદદ લીધી હતી અને એ રીતે Maggiનો મજબૂરીમાં જન્મ થયો હતો. આ દરમિયાન જુલિયસે આ પ્રોડક્ટનું નામ પોતાના નામ પર રાખી દીધું. આમ તો તેમનું નામ જુલિયસ માઈકલ જોહાનસ મેગી હતું. વર્ષ 1897મા સૌથી પહેલા જર્મનીમાં મેગી નુડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર શરૂઆતમાં જુલિયસ મેગીએ પ્રોટીનથી ભરપૂર ખાવાનું અને રેડિમેડ સૂપ બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. આ કામમાં ફિઝિશિયન મિત્ર ફ્રિડોલીન શૂલરે તેમની ઘણી મદદ કરી હતી. 2 મિનિટમાં બનનારી Maggiને લોકોએ ખૂબ પસંદ કરી. વર્ષ 1912 સુધી Maggiને અમેરિકા અને ફ્રાંસ જેવા દેશના લોકોએ હાથો હાથ લીધી, પરંતુ એજ વર્ષે જુલિયસ મેગીનું પણ નિધન થઈ ગયું. તેમના મોતની અસર Maggi પર પણ પડી અને લાંબા સમય સુધી તેમનો વેપાર ધીરે ધીરે ચાલતો રહ્યો. પછી વર્ષ 1947મા Nestleએ મેગીને ખરીદી લીધી અને બ્રાન્ડિંગ અને માર્કેટિંગે Maggiને દરેક ઘરના કિચનમાં પહોંચાડી દીધી.

વર્ષ 1947મા Maggiએ સ્વિટ્ઝર્લેન્ડની કંપની Nestle સાથે વિલય કર્યું હતું. ત્યારબાદ Nestle ઈન્ડિયા લિમિટેડ Maggiને વર્ષ 1984મા ભારત લઈને આવી હતી. એ સમયે કોઈએ વિચાર્યું પણ નહોતું કે મેગી કરોડો લોકોની પસંદ બની જશે, પરંતુ એ સંભવ થયું. મિનિટોમાં બનનારી પ્રોડક્ટ બધાને પસંદ આવી. ઉલ્લેખનીય છે કે Nestle ઈન્ડિયા જાહેરાત પર લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, જેમાં Maggiની ભાગીદારી સૌથી વધારે છે. Maggi ભારતમાં મોસ્ટ વેલ્યુડ બ્રાન્ડમાંથી એક છે. હકીકતમાં સ્વિટ્ઝરલેન્ડની જાણીતી કંપની Nestleની સહયોગી બ્રાન્ડ છે, પરંતુ મોટાભાગના લોકો Nestleને ઓછી Maggiને જ મૂળ બ્રાન્ડ માને છે.

80ના દશકમાં પહેલીવાર Nestleએ Maggi બ્રાન્ડ હેઠળ નુડલ્સ લોન્ચ કર્યા હતા, જે શહેરી લોકો માટે નાસ્તાનો સૌથી સારો વિકલ્પ બની ગયો. ભારતમાં કંપનીએ નુડલ્સ સાથે બજારમાં પગલું માંડ્યું. જોકે અહીં બીજા દેશો જેવો ચમત્કાર જોવા ન મળ્યો, પરંતુ સમય સાથે સાથે લાઈફસ્ટાઇલમાં બદલાવ આવવા લાગ્યો અને વર્ષ 1999 બાદ 2 મિનિટમાં તૈયાર થનારી Maggi દરેક ઘરના કિચનની જરૂરત બનવા લાગી.

Maggi બ્રાન્ડ હેઠળ Nestleએ ઘણી બીજી પ્રોડક્ટ પણ લોન્ચ કરી. તેમાં સૂપ, ભુના મસાલા, મેગી કપ્પા મેનિયા ઇન્સટેન્ટ નુડલ્સ જેવા પ્રોડક્ટ છે. ભારતમાં મેગીના 90 ટકા પ્રોડક્ટ ખાસ રીતે ભારતની વિવિધતા ભરી સંસ્કૃતિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યા છે અને તે બાકી દુનિયામાં નથી મળતા. ભારતમાં Nestle ગ્રૂપના કુલ નફામાં Maggi બ્રાન્ડની લગભગ 25 ટકા ભાગીદારી થઈ ચૂકી છે અને વાર્ષિક આંકડો લગભગ 1000 કરોડ રૂપિયાથી વધારે પહોંચી ચૂક્યો છે. હવે આ બજારમાં અડધો ડઝન નવા બ્રાન્ડ આવી ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના રિટેલ ચેનના પોતાની બ્રાન્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp