ઔદ્યોગિક એકમોના માલિકોએ મિલકત ભાડે આપવા માટેની ઓનલાઈન નોંધણી ફરજિયાતપણે કરાવવી

PC: economictimes.indiatimes.com

ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહવાલો અને અમુક ઘટનાઓને ધ્યાને લઈ સૂરત શહેરમાં જાહેર જનતાની શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે માટે સૂરત પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રગટ કરી પોલીસ કમિશનરેટ વિસ્તારમાં મકાનો/દુકાન/ઓફિસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકોએ મિલકત ભાડે આપવા માટે જરૂરી નિયમો લાગુ કર્યા છે.

જાહેરનામાં અનુસાર બંગલાઓ, મકાનો/દુકાનો/ઓફિસો/ ઔદ્યોગિક એકમોના માલિકો પોતાની મિલકત ભાડે આપે ત્યારે ભાડુઆત અને મિલકત સંબંધિત માહિતીની નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઇટ www.gujhome.gujarat.gov.in ઉપર અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે ફરજિયાતપણે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. તેમજ તે મિલ્કતની માહિતી, સમિતી રચાઇ હોય તો તેના પ્રમુખ/ ચેરમેન/ સેક્રેટરીએ પોતાની પાસે ફરજિયાત રાખવાની રહેશે અને જો મિલ્કત અંગે સમિતિ ન રચાઇ હોય તો જે તે મિલ્કતના માલિકોએ આ માહિતી પોતાની પાસે ફરજિયાત રાખવાની રહેશે.

જ્યારે પોલીસ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે ઉપરોક્ત માહિતી પુરી પાડવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા.09/04/2021 સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp