શું ભાગેડું માલ્યા લંડન બેઠા-બેઠા મેકડોવેલ પર કબ્જો કરવાનું ગોઠવી રહ્યો છે

PC: indiatoday.in

મેકડોવેલ હોલ્ડિંગ્સના માલીકી હક લઇને જંગ છેડાઇ ગઇ છે, અમુક માઇનોરિટી શેરહોલ્ડર્સે પૂર્વ પ્રમોટર વિજય માલ્યા પર પ્રોક્સી કંપનીઓ દ્વારા નિયંત્રણ ફરીથી હાંસલ કરવાની કોશિશના આરોપ લગાવી રહ્યા છે. તેમનું એ પણ કહેવું છે કે, માલ્યા ઇન્ડિયાના બેન્કરપ્સી લોઝનો પણ ફાયદો ઉઠાવી રહ્યા છે. મેકડોવેલ બેન્કરપ્સી પ્રોસિડિંગ્સથી પસાર થઇ રહી છે.

મેકડોવેલમાં લગભગ 5 ટકા હિસ્સેદારી રાખનારા પોરિંજુ વેલિયાથે કહ્યું કે, મેકડોવેલ હોલ્ડિંગ્સનું નિયંત્રણ હાંસલ કરવા માટે સ્પષ્ટ કાવતરું દેખાઇ રહ્યું છે. જેને વિજય માયા અને અમુક અન્ય લોકો શામેલ છે. તેના માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પોરિંજૂની પોતાની કંપની ઇક્વિટી ઇન્ટેલિજન્સ ઇન્ડિયા દ્વારા મેકડોવેલમાં આ હિસ્સેદારી ખરીદી છે. વેલિયાથ એક જાણીતા રોકાણકાર છે. તેમણે ક્હ્યું કે, અસલમાં તે 1000 કરોડ રૂપિયાના લિક્વિડ એસેટ્સ છે, જે 47000 શેરહોલ્ડર્સના છે. અમારી સાથે ન્યાય થવો જોઇએ.

આ વાત 19મી સપ્ટેમ્બરના રોજ ત્યારે સામે આવી કે, જ્યારે મેકડોવેલ હોલ્ડિંગ્સે સ્ટોક એક્સચેન્જને કહ્યું કે, ક્રેડિટર્સે ફીનીક્સ થીમ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સના ડેટ રિઝોલ્યુશન પ્રાનને મંજૂરી આપી દીધી હતી. મેકડોવેલ હોલ્ડિંગ્સનો કેસ એપ્રિલ 2022માં બેન્કરપ્સી કોર્ટમાં આવ્યો હતો. 16.8 કરોડ રૂપિયાની લોન પર ડિફોલ્ટ કર્યા બાદ સન સ્ટાર હોટલ્સ અને એસેટ્સ પ્રાઇવેટ લિમિટેડે મેકડોવેલ વિરૂદ્ધ બેન્કરપ્સી કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

આ વિશે સંપર્ક કરતા વિજય માલ્યાએ કહ્યું કે, તેમણે સન સ્ટાર હોટલ્સનું નામ પહેલા ક્યારેય નથી સાંભળ્યું. તેમણે આ કંપની સાથે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઇ કનેક્શન નથી. માલ્યાએ લંડનથી મીડિયાને કહ્યું કે, મેં 2016માં ઇન્ડિયા છોડી દીધું છે. ત્યાર બાદથી મેકડોવેલ હોલ્ડિંગ્સ સાથે મારો કોઇ સંબધ નથી. જે ટ્રાન્ઝેક્શનની વાત થઇ રહી છે, તે વિશે હું કંઇ જાણતો નથી, માલ્યાની કંપની એક સમયે ઇન્ડિયાની સૌથી મોટી લિકર કંપની હતી.

માલ્યા પર બેન્કોના 9000 કરોડ રૂપિયાથી વધારે રકમના લેણાં છે. તેમણે આ પૈસા બેન્કો પાસેથી પોતાનો બિઝનેસ ચલાવવા લીધા હતા. પણ આ પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહ્યા.ઇન્ડિયાથી ભગ્યા બાદ તેઓ લંડનમાં રહી રહ્યા છે. ભારત સરકાર તેમના પ્રત્યાર્પણ માટે કાયદાકીય લડત લડી રહી છે. માલ્યાએ કહ્યું કે, હું હવે મેકડોવેલ હોલ્ડિંગ્સનો શેરહોલ્ડર પણ નતી રહ્યો. મને એ પણ ખબર નથી કે, કંપનીના ડાયરેક્ટર્સ કોણ છે. મારું મેનેજમેન્ટ સાથે પણ કોઇ કનેક્શન નથી. જે લોકો આ રીતના આરોપ લગાવી રહ્યા છે, તેમણે પહેલા પોતાના તથ્યોની તપાસ કરી લેવી જોઇએ.

બીજી બાજુ મેકડોવેલના માઇનોરિટી શેરહોલ્ડર્સનો આરોપ છે કે, ડેટ રિઝોલ્યુશન એક મોટું કાવતરું છે. આ કાવતરામાં માલ્યા શામેલ છે અને તેનું લક્ષ્ય સન સ્ટાર હોટલ્સ દ્વારા કંપનીનો કબજો હાંસલ કરવાનું છે. માઇનોરિટી શેરહોલ્ડર્સનું પણ એ જ કહેવું છે કે બાલાજી ડિસ્ટિલરીઝ ગ્રુપનો હિસ્સો છે. તેનો માલ્યાની કંપની સાથે જૂનો કારોબારી સંબંધ છે.

મેકડોવેલમાં લગભગ 15 ટકા હિસ્સેદારી રાખનારા અમુક માઇનોરિટી શેરહોલ્ડર્સે કહ્યું કે, ક્રેડિટર્સને પૈસા પાછા આપવાની વાત કરી હતી. તેના માટે NCLTમાં ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ સબમિટ કરવામાં આવી હતી. પણ, ક્રેડિટર્સે પૈસા પાછા નથી લીધા. તેની જગ્યા પર તેણે IBC દ્વારા કંપનીને વેચવાનો રસ્તો અપનાવ્યો.

એક અન્ય શેરહોલ્ડરે નામ જાહેર ન કરવાની શરત પર કહ્યું કે, IBC એક્ટની કલમ 12A હેઠળ જો રિઝોલ્યુશન કોર્ટથી બહાર થાય છે તો ક્રેડિટર્સ મુદ્દાને પાછો ખેંચી શકે છે. પણ, આ મુદ્દે સન સ્ટાર હોટલ્સે પૈસા પાછા લેવા અને કોર્ટની બહાર કેસના સમાધાનમાં કોઇ રસ ન બતાવ્યો. એક બીજા રોકાણકારે કહ્યું કે, ઇન્ડિયામાં બેન્કરપ્સીના ઇતિહાસમાં કદાચ પહેલી વખત હશે કે, કોઇ ક્રેડિટર પહેલી વખત પૈસા પાછા લેવા માટને ના પાડી રહ્યો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp