CEO બનીને મેસેજ કર્યો અને સીરમ ઇન્સ્ટીટ્યુટને 1 કરોડનો ચૂનો લગાવ્યો

PC: timesnownews.com

આજે ફ્રોડના કેટલાક અજીબ કિસ્સા સામે આવી રહ્યા છે. તેના માટે આ શાતિરો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છે. આવો જ એક કેસ ગયા ડિસેમ્બર મહિનામાં સામે આવ્યો હતો, જ્યારે એક મોટી કંપનીના CEOનો ફોટો સતત આવા ઠગોના વ્હોટ્સએપથી મેનેજમેન્ટને મેસેજ કર્યો અને 1 કરોડ રૂપિયાથી વધારે ટ્રાન્સફર કરાવી લીધા. જોકે, આ કેસમાં હવે પોલીસના હાથમાં સાત આરોપી લાગ્યા છે.

સપ્ટેમ્બર 2022માં વેક્સીન બનાવનારી મોટી કંપની સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયામાં ઠગીનો એક કેસ સામે આવ્યો હતો. તેમાં કંપનીના CEO અદર પૂનાવાલા બનીને સ્કેમર્સે 1 કરોડ રૂપિયાથી પણ વધારેનો ચૂનો લગાવ્યો હતો. કેસમાં ખાસ વાત એ હતી કે, શાતિર ઠગોએ CEO અદર પૂનાવાલાનો ફોટો વ્હોટ્સએપ ડીપી પર લગાવીને મેનેજમેન્ટ પાસે પૈસા માગ્યા હતા. CEOનો ફોટો લાગેલા હ્હોટ્સએપથી આવેલા મેસેજને જોઇને પૈસા આનન ફાનનમાં 1,01,01,554 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યા.

કંપની સાથે દગાખોરીની વાત ઉજાગર થતા જ અધિકારીઓએ તેની ફરિયાદ પોલીસમાં કરી હતી. તેમાં કહેવાયું હતું કે, અદર પૂનાવાલા બનીને ઠગોએ અલગ અલગ ખાતામાં આ રકમ ટ્રાસન્ફર કરી લીધી હતી. આ ફરિયાદ પર તપાસને આગળ વધારતા પુણે પોલીસે આઠ ખાતાની ઓળખ કરી, જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ANIના રિપોર્ટ અનુસાર, હવે પોલીસે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા પાસેથી 1.01 કરોડ રૂપિયાથી વધારેની દગાખોરીના કેસમાં સાત સંદિગ્ધોની ધરપકડ કરી છે.

DCP સ્માર્ટાના પાટિલે કહ્યું કે, તપાસમાં ખબર પડી છ કે, પૈસા આ સાત લોકોના ખાતામાં ટ્રાન્સફર થયા હતા, જેમને હવે દેશના વિભિન્ન હિસ્સામાંથી પકડવામાં આવ્યા છે. જોકે, ઠગીના આ કેસનો માસ્ટરમાઇન્ડ હજુ પણ ફરાર છે અને તેની ધરપકડના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ તરફથી કહેવાયું છે કે, આ સાત એકાઉન્ટ્સ સિવાય 40 અન્ય ખાતા પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં ઠગીના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ ખાતાઓમાં જમા 13 લાખ રૂપિયા પણ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓને દેશના વિભિન્ન રાજ્યોમાંથી એરેસ્ટ કરવામાં આવ્યા છે.

બિઝનેસ ટુડે અનુસાર, આ સંબંધમાં જે ફરિયાદ કરવામાં આવી હતી તેના અનુસાર, સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના એક નિર્દેશક, સતીશ દેશપાંડેને વ્હોટ્સએપ પર SIIના CEO અદર પૂનાવાલાનું ડીપી લાગેલા વ્હોટ્સએપ નંબરથી મેસેજ આવ્યો હતો અને અલગ અલગ ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી હતી. કંપનીના ફાઇનાન્સ મેનેજર દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કહેવાયું છે કે, દેશપાંડેએ આ ખાતામાં 1,01,01,554 રૂપિયા ઓનલાઇન મોકલ્યા હતા, આ માનીને કે આ મેસેજ પૂનાવાલા તરફથી આવ્યો હતો. જોકે, બાદમાં ખબર પડી કે, કંપની સાથે દગો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp