મહારાષ્ટ્ર સરકારે ચીનને આપ્યો મોટો ઝટકો, રદ્દ કર્યુ 500 કરોડનું ટેન્ડર

PC: digitaloceanspaces.com

ભારત અને ચીન વચ્ચે હાલના સમયમાં સંબંધો વણસી રહ્યા છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સેના વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા બાદ ભારતના લોકોમાં ચીન પ્રત્યે ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો ચીની સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે, સાથે જ ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગના પૂતળાનું દહન કરી, ચીન વિરુદ્વ નારા લગાવીને ચીન પ્રત્યેનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્ર સરકારે ચીનને એક મોટો ઝટકો આપ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે ચીનની બે કંપનીઓ સાથે મોનો રેલ સાથે જોડાયેલા 500 કરોડના ટેન્ડર રદ્દ કરી દીધા છે. આ પહેલા પણ મહારાષ્ટ્ર સરકાર પાંચ ચીની કંપનીઓ સાથે 5500 કરોડના એગ્રીમેન્ટ પર રોક લગાવી ચુકી છે. જોકે મહારાષ્ટ્ર સરકાર ચીન સાથેના સંબંધ સુધારવા પર નરમ વલણ અપનાવવાની વાત કહી રહી છે. મહારાષ્ટ્ર સરકારે ચીનની બે કંપનીઓ બોલ્ડ યોર ડ્રીમ અને ચાઈનીઝ રેલ રોડ કોર્પોરેશન સાથે મોનો રેલ સાથે જોડાયેલી ડીલ રદ્દ કરી દીધી છે. આ બંને જ કંપનીઓએ મોનો રેલના પાર્ટસ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બીડિંગમાં આ બે જ કંપનીઓ હતી જેમને 500 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ચીન સાથેના બગડેલા સંબંધો બાદ રાજ્ય સરકારે આ ડીલ રદ્દ કરી દીધી છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે, ચીન આપણી સાથે જે રીતે વર્તન કરી રહ્યું છે એવામાં અમે તેમની વિરુદ્વ પગલાં ઉઠાવ્યા છે. બધાએ ચીની સામાનનો બહિષ્કાર કરવો જોઈએ. મહારાષ્ટ્ર સરકારે છેલ્લા થોડાં દિવસોમાં ચીન સિવાય, અમેરિકા, દક્ષિણ કોરિયા, સિંગાપોરની કંપનીઓ સાથે કુલ 16 હજાર કરોડ રૂપિયાની કિંમતના 12 એગ્રીમેન્ટ કર્યા હતા. તેમાં 5 હજાર કરોડના એગ્રીમેંટ ચીનની 3 કંપનીઓ સાથે કર્યા હતા. જેના પર ઠાકરે સરકાર પહેલા જ રોક લગાવી ચુકી છે. મહારાષ્ટ્ર સરકારે જે ચીની કંપનીઓ પર સકંજો કસ્યો છે, તેમાં હેંગલી (ચીન) એન્જિનિયરિંગ, MI ઈલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન, JV વિથ ફોટોન (ચીન) ઓટો અને ગ્રેટ વોલ મોટર્સ (ચીન) ઓટોમોબાઈલ તેલેગાવ-પૂણે સામેલ છે.

જાણકાર, સરકારના પગલાંઓ સાથે જ દેશની મોટી કોર્પોરેટ કંપનીઓ પાસે પણ ચીનની આર્થિક કમર તોડવાની અપીલ કરી ચુક્યા છે. તો રાજ્ય સરકારે ચીન સાથે સંબંધ સુધાર્યા પછી નરમ વલણ અપનાવવાની વાત કહી રહી છે. પૂણેના સેના ઓફિસર બ્રિગેડીયર હેમંત મહાજનનું કહેવું છે કે, ચીન આર્થિક મજબૂતી સાથે જ સૈન્ય બળ એકત્ર કરી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે ચીની કંપનીઓ સાથે કરાર તોડીને યોગ્ય પગલાં ભર્યા છે. તેમણે કહ્યું હતું કે, કોર્પોરેટ જગતે પણ ચીનનો બહિષ્કાર કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp