GST હેઠળ વધુ ચીજોના ભાવ ઘટશે

PC: financialexpress.com

જીએસટી હેઠળ 22 ઉત્પાદનોનો દર ઓછો કર્યા બાદ વધુ ચીજો ઉપરના જીએસટી દર ઘટાડવા માટેના પગલાં ભરે એમ છે.

મહેસુલ સચિવ હસમુખ અઢિયાએ એવા સંકેત આપ્યા છે કે જીએસટી પરિષદ કેટલાક ઉત્પાદનોને 28 ટકાના સ્લેબમાંથી કાઢી નાંખી શકે છે. તેમણે કહ્યું હતું કે આ પહેલાં જ કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલી પણ કેટલીક ચીજોના જીએસટી દર ઘટાડ્યા હતા. જીએસટી હેઠળ હોટલમાં ભોજન સહિત અન્ય કેટલીક સર્વિસ ઉપર તેમજ ઉત્પાદનો ઉપરના જીએસટી દર ઘટાડવામાં આવ્યો હતો.

યાદ રહે કે સરકારે આર્થિક સુધારા હેઠળ જીએસટી કર માળખું અમલમાં મૂક્યું છે. જો કે તેની સામે વેપારી આલમમાં ભારે રોષ જોવા મળે છે. આપણી સરકારો બે બાજુથી ઘેરાયેલી રહે છે. એક તરફ અર્થતંત્ર વિચાર હેઠળ હોય છે, તો બીજી બાજુ તેણે સત્તા સાચવવા માટે લોકોના મત પણ લેવાના છે, તેથી તેને લોકપ્રિય સરકાર બની રહેવાનું પણ હોય છે. આ બંને બાજુ સમાંતર ચાલી શકતી નથી.કોઇ પણ એકનો ભોગ લેવાઇ જતો હોય છે.

કદાચ, આ કારણથી જ મોદી સરકાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવી દેવા ભણી વિચારી રહી છે, જેથી પાંચ વર્ષ સુધી લોકપ્રિય બનવાનું ભારણ રહેતું નથી. એ પાંચ વર્ષ દરમ્યાન સરકાર અર્થતંત્રનો જ વિચાર કરીને આગળ વધી શકે છે. કમસે કમ ચાર વર્ષ તો સરકારને અર્થતંત્ર સરખું દોડતું રહે એ માટે સમય મળી જતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp