ખબર છે 3 વર્ષમાં ગુજરાતમાં કેટલા લાખ લઘુ ઉદ્યોગો નોંધાયા?

PC: starsofstartups.in

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટનું મુખ્ય લક્ષ્ય લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોનું છે, કારણ કે તેમાં રોજગારી વધારે મળે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં 4.86 લાખ લઘુ ઉદ્યોગોની નોંધણી થઈ છે.

એક સર્વે પ્રમાણે છેલ્લાં 18 મહિનામાં MSMEમાં 86 ટકાનો વિક્રમી ઉછાળો નોંધાયો છે. એટલે કે 3.98 લાખ એકમોએ રજીસ્ટ્રેશન કર્યું છે. નાના ઉદ્યોગો વધવાનું કારણ વાયબ્રન્ટ સમિટ છે, જેમાં 70 ટકા MOU નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે થયા છે જે સામાન્ય રીતે મેન્યુફેક્ચરિંગમાં આવે છે.

ભારતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 48.40 લાખ માઈક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની નોંધણી થઈ છે, જે પૈકી 4.86 લાખ ઉદ્યોગો ગુજરાતમાં નોંધાયેલા છે. માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝના સેન્ટ્રલ મિનિસ્ટ્રીએ સપ્ટેમ્બર, 2015મા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME)ની નોંધણી માટે ઉદ્યમ આધાર પોર્ટલ શરૂ કર્યું હતું. તેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 48,39,549 MMM નોંધણી જોવા મળી છે. આ પૈકી 4,86,080 MSME ગુજરાતમાંથી હતા અને 97,998 MSME ઝારખંડના હતા.

માઈક્રો, સ્મોલ અને મઘ્યમ ઉદ્યોગો માટેના રાજ્યના પ્રધાન (સ્વતંત્ર) ગિરિરાજ સિંહએ રાજ્યસભામાં સંસદસભ્ય સંસદ પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ વિગતો આપી હતી. મંત્રીના નિવેદન મુજબ, UAM શરૂ કર્યા પહેલા, વર્ષ 2013-14 અને 2014-15 દરમિયાન 7.88 લાખ MSME એ એન્ટ્રપ્રિન્યોર મેમોરેન્ડમ દાખલ કર્યા હતા. UAM પોર્ટલ પર 24,248 રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે, જેમાંથી 25 અને 927 રજિસ્ટ્રેશન અનુક્રમે ગુજરાત અને ઝારખંડના હતા.

પરિમલ નથવાણી છેલ્લા પાંચ વર્ષમાં વિભાગ સાથે રજીસ્ટર થયેલ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME)ની સંખ્યા, પોર્ટલ રજીસ્ટ્રેશન અને તેના લાભ અંગેના પ્રશ્નો પૂછ્યા હતા. MSME રજિસ્ટ્રેશનના લાભોની વિગત આપતા પ્રધાને જણાવ્યું હતું કે રજિસ્ટર્ડ એકમ સરકારની વિવિધ યોજનાઓના ફાયદાઓ મેળવી શકે છે જેમ કે એમએસઈ માટે ક્રેડિટ ગેરંટી યોજના, ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસીડીઝ સ્કીમ, MSME, માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝિસ માટે લિન મેન્યુફેકચરિંગ કોમ્પીટિટિવ સ્કીમ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એમએસઈ-સીડીપી), પ્રમોટિંગ ઈનોવેશન, ગ્રામ ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (એસ્પેર), પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવિત (એસએફયુઆરટીઆઈ), MSME માટે ડિઝાઈન ક્લિનિક યોજના, ઝેડઆડ પ્રમાણપત્ર યોજના ઉપરાંત અન્ય મંત્રાલયોની યોજનાઓનો પણ સમાવેશ થાય છે.

UAM પોર્ટલ પર રજીસ્ટર્ડ કરાયેલા એકમોને વિવિધ લાભ આપવામાં આવે છે. આ એકમોને ટેન્ડરનો ખર્ચ થતો નથી. બાના થાપણમાંથી મુક્તિ મળે છે. UAM પોર્ટલમાં નોંધણી વધારવા માટે રાજ્ય સરકારો અને ઉદ્યોગ સંગઠનોને વિનંતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp