જાણો, કોણે આપ્યો હતો મુકેશ અંબાણીને Jio શરૂ કરવાનો આઈડીયા...

PC: voicendata.com

મુકેશ અંબાણીની માલિકી ધરાવતા Jio લોન્ચ થયાને બે વર્ષ થઈ ગયા છે. Jioએ માત્ર ભારત જ નહી બલ્કે સમગ્ર વિશ્વમાં તરખાટ મચાવી દીધો છે. આજે Jio સૌથી ઓછી કિંમતે ઈન્ટરનેટ ડેટા યુઝર્સને આપનારી સૌ પ્રથમ કંપની બની ગઈ છે. મુકેશ અંબાણીને Jioને 2016માં લોન્ચ પણ Jioનો આઈડીયા 2011મા આપવામા આવ્યો હતો.

મુકેશ અંબાણીના ઘર પર ઈન્ટરનેટની સ્લો સ્પીડ Jioને લોન્ચ કરવાનું કારણ બની. અંબાણીએ કહ્યું કે 2011માં તેમની દિકરી ઈશા યાલે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી હતી અને રજા ગાળવા ઘરે આવી હતી. ઈશાને અભ્યાસ સાથેનો કોર્ષ સબમીટ કરવાનો હતો પરંતુ તે કરી શકી રહી ન હતી. ઈશાએ ખીજાઈને મુકેશ અંબાણીને સ્લો સ્પીડની ફરીયાદ કરી.

મુકેશ અંબાણીને ફરીયાદ કરવામા આવી તો ભાઈ આકાશે પણ ઈશાનું સમર્થન કર્યું. આકાશે કહ્યું કે જૂના જમાનામા ટેલિકોમનો મતલબ વોઈસ હતો જેનાથી લોકોએ ખૂબ પૈસા બનાવ્યા. પરંતુ ભવિષ્યમાં ડિજિટલ ડેટા જ સૌથી મહત્વનું બની રહેશે.

ભાઈ અને બહેનની વાત સાંભળી પિતા મુકેશ અંબાણની મનમાં Jio લોન્ચ કરવાનો વિચાર આવ્યો. બાળકોનો અભ્યાસ પૂર્ણ થયા બાદ બન્નેએ આ સ્ટાર્ટ અપને લોન્ચ કર્યો. આજે Jioની સફળતા દરેકની જીભે છે.

લંડન ખાતે સમારોહમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યું કે Jio ડેટાની એવી સર્વિસ લોન્ચ કરવા જઈ રહ્યું છે જેના દ્વારા સામાન્ય માણસ પોતાના ઓફિસ, ઘર અને કારને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકશે.

આજે પણ Jio આજીવન મફત કોલીંગ અને ખૂબ જ સસ્તા ભાવે ઈન્ટરનેટ આપી રહી છે. Jioએ 399 રૂપિયામાં 84 દિવસ માટે નેટ સર્ફીંગ ચાર્જ લઈ રહી છે. આ સ્કીમમા રોજ રોજ લોકોને 1.5 જીબી ડેટા મળે છે. Jio આવી તે પહેલા ટેલિકોમ કંપનીઓ એક જીબી ડેટા માટે દર મહિને 200 રૂપિયા ચાર્જ કરતી હતી.
મુકેશ અંબાણીએ કહ્યું કે 2019મા ભારત 4-જીમાં લીડર હશે. બધી જ ટેલિકોમ કંપનીઓને 2-જીને ભારત લાવવામા 24 વર્ષ લાગી ગયા ત્યા Jioએ ત્રણ વર્ષમાં 4-જી એલટીઈ નેટવર્ક ઉભું કરી દીધું છે. આ નેટવર્ક અત્યાર સુધીનું સૌથી મોટું અને એડવાન્સ નેટવર્ક છે.

તેમણે કહ્યું કે આ નેટવર્કની સાથે 5-જી પણ રેડી છે. Jio દ્વારા અમેરિકાની સરખામણીએ સસ્તા દરે હાઈ ક્વોલિટી ડેટા આપી રહી છે. લોન્ચ થયાના 170 દિવસની અંદર કંપની પાસે 10 કરોડ ગ્રાહક થઈ ગયા હતા. તાજેતરમા જ કંપનીએ 1500 રૂપિયામાં 4-જી ફિચર ફોન લોન્ચ કર્યો છે. અંબાણીએ કહ્યું કે કંપની દ્વારા આ ફોન લોન્ચ કર્યા બાદ રોજિંદા 3-5 લાખ લોકો જોડાઈ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp