અગાઉની વાયબ્રન્ટ સમિટમાં જે નથી થયું તે નવમી સમિટમાં થશે

PC: vibrantgujarat.com

અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડવોર, અમેરિકા અને વિશ્વના અન્ય દેશો વચ્ચેના ટ્રેડ સબંધોમાં આવેલી ઉણપ છતાં ગુજરાતની નવમી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનો ગ્રાન્ડ શો કરવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી છે. પહેલાં વિદેશમાં બેઠકો અને હવે દેશના અન્ય રાજ્યોમાં બેઠકોનું આયોજન કરીને ઉદ્યોગજૂથોને ગુજરાત તરફ આકર્ષવામાં આવી રહ્યાં છે.

ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં પહેલીવાર એવું બનશે કે અગાઉની આઠ સમિટમાં થયેલા રોકાણના કરારને જાહેરમાં મૂકવામાં આવશે, એટલે કે સરકારને આ કરારમાં ભારે મોટી સફળતા મળી છે. ગુજરાતમાં ક્યા વર્ષમાં કેટલું મૂડી રોકાણ આવ્યું અને ક્યા કારણોસર ઉદ્યોગજૂથે તેનો પ્રોજેક્ટ પડતો મૂક્યો છે તેના કારણો પણ પહેલીવાર દર્શાવવામાં આવશે.

ગુજરાત સરકાર દાવો કરે છે કે પ્રત્યેક વાયબ્રન્ટ સમિટમાં કરાર ભંગ થવાના કે MoU ડ્રોપ થવાના કિસ્સા માત્ર 15થી 25 ટકા જેટલા હોય છે એટલે કે અગાઉની તમામ વાયબ્રન્ટ સફળ થઇ છે. સરકાર કહે છે કે આમ કરવાનું કારણ ઇન્વેસ્ટમેન્ટ કમ ટ્રેડ પ્લેટફોર્મની સફળતાને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે.

ગુજરાત સરકાર 18થી 20 જાન્યુઆરી દરમ્યાન નવમી વાયબ્રન્ટ સમિટ કરવા જઇ રહી છે, જેમાં વેપારની સાથે જ્ઞાનનો પણ સમન્વય કરવામાં આવ્યો છે. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે હવે વાયબ્રન્ટ સમિટ એ વેપારની સમિટ છે જે અન્ય રાજ્યો અને વિશ્વના દેશોને વ્યાપર સબંધો ઉપરાંત જ્ઞાનની વહેંચણી કરવાનું પ્લેટફોર્મ છે.

આ અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉના આઠ વાયબ્રન્ટ સમિટમાં જે મૂડી રોકાણ થયું છે અને જે મૂડી રોકાણ પાઇપલાઇનમાં છે તેની સફળતાનો દર 65 થી 70 ટકા જેટલો ઉંચો છે તેથી તેને નિષ્ફળતા કરી શકાય નહીં. નવમી સમિટમાં વેપાર સેવાઓ, વાણિજ્ય, નિકાસ, કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ અને ઉદ્યોગો પર પ્રકાશ પાડવામાં આવશે. નવમા સમિટની થીમ સ્ટાર્ટઅપ મિશન છે જેમાં સરકાર નબળા એકમોને પ્રોત્સાહિત કરવા માગે છે.

એ સાથે એમએસએમઇ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. નવેમ્બરમાં ગુજરાતના પ્રતિનિધિમંડળો અન્ય રાજ્યોની મુલાકાતે જવાના છે અને વેપારી મંડળોને ગુજરાતની સમિટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પણ આપવાના છે. આ વખતે સેક્ટર પ્રમાણેના થીમ પેવેલિયનની સંખ્યા વધારીને 28 કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp