ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીના બનાવો અટકાવવા પોલીસ કમિશનરનું જાહેરનામું

PC: google.co.in/maps

શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીના બનાવો અટકાવવા પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી ટેક્સટાઇલ વેપારીઓને જરૂરી નિયમોનું પાલન કરવા સૂચવ્યું છે. જેમાં

(1) ટેક્સટાઇલ વેપાર ક્ષેત્રે સંકળાયેલા તમામ વેપારી પેઢીઓ અને દુકાનદારોએ પોતાની વિગત આ પેટામાં સામેલ સ્થાનિક પોલીસ સ્ટેશન પરિશિષ્ટ-1 ના ફોર્મ સ્વરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશનના જે તે માર્કેટના એસોસીએશનની કચેરી અને સંબંધિત ટેક્સટાઇલ એસોસીએશન સમક્ષ રજુ કરવાનું રહેશે.

(2) ટેક્સટાઇલ વેપાર ક્ષેત્રે સંકળાયેલા તમામ પ્રકારના દલાલો (Brokers) દા.ત. ગ્રે કાપડ દલાલ, ફીનીશ કાપડ દલાલ, એમ્બોઇડરી દલાલ, યાર્ન દલાલ વિગેરે અને દુકાન મિલકત ભાડે આપનાર દલાલોએ પોતાની સંપૂર્ણ વિગત આ પેટામાં સામેલ પરિશિષ્ટ-ર ના ફોર્મ સ્વરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશન, સબંધિત દલાલ એસોસીએશન અને સંબંધિત ટેક્સટાઇલ એસોસીએશન સમક્ષ રજુ કરવાનું રહેશે. દરેક દલાલ માટે પોલીસ દ્વારા વેરીફિકેશન પણ કરવાનું રહેશે.

(3) દુકાન, મિલ્કત ભાડે આપનાર દલાલોએ મિલકતના માલિકી હક્કોની અને માલીકોની ખરાઇ કર્યા બાદ તેમજ તે ભાડે લેવા ઇચ્છતી પેઢી કે વેપારીની વિગતની સંપૂર્ણ ચકાસણી કરી પેટામાં સામેલ પરિશિષ્ટ-3

મુજબના ફોર્મની વિગત ભરી ભાડે લેનારની ઓળખ આપનાર અને સંદર્ભની પરસ્પર ખરાઇ કર્યા બાદ આ ફોર્મની એક નકલ પોતે જાળવવાની રહેશે. તેમજ એક નકલ સ્થાનિક પોલીસ સ્ટેશન, સંબંધિત ટેક્સટાઇલ એસોસીએશન સમક્ષ રજુ કરવાનું રહેશે. આ મિલકત ભાડા કરાર ફરજિયાત પણે નોંધાયેલી હોવી જોઇએ, અને ભાડાની ચુકવણી ચેકથી કરવાની રહેશે. ટેક્સટાઈલ વેપાર માટે દુકાન ભાડે લેનાર વેપારીની ઓળખ અને સંદર્ભ બે સ્વતંત્ર અને બે વર્ષ ટેક્સટાઈલક્ષેત્ર સાથે સંકળાયેલ વેપારી કે ઉત્પાદક દ્રારા જ આપવાની રહેશે.

(4) દરેક બિલ્ડર કે ડેવલપરે પોતાની માર્કેટ કે બિઝનેસ હાઉસમાંની દૂકાન/ઓફિસ વેચતી વખતે ખરીદનારની ઓળખની ખાત્રી કરવાની રહેશે. તેમજ મિલકત ખરીદનારની સંપુર્ણ વિગત સબંધિત માર્કેટ/બિઝનેસ હાઉસની જાળવણી કરતા એસોસીએશનને ઉપલબ્ધ કરવાની રહેશે. દરેક માર્કેટ એસોસીએશને તે માર્કેટના બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ મેળવ્યાની સ્થિતિએ અને તે પછી તેમાં અધિકૃત કે બિનઅધિકૃત ફેરફાર કરી ઉમેરેલા દુકાનો-ઓફીસો માટે તેના માલીક અને ભાડુઆતો સબંધે સંપૂર્ણ રેકર્ડ જાળવવાનું રહેશે. તેમજ વખતો વખત અપડેટ કરવાનું રહેશે.

(5) ટેક્સટાઈલ વ્યાપારક્ષેત્રે કામ કરતી તમામ પેઢીઓએ પોતાના તમામ કર્મચારીઓની વિગત જાળવી દરેક કર્મચારીની બાયોમેટ્રીક વિગત અને ફોટા સાથેનું ઓળખકાર્ડ આપવાનું રહેશે. આ ઓળખકાર્ડમાં સબંધિત કર્મચારીનું બ્લડગૃપ અને પેઢીના જનસંપર્ક વિભાગનો મોબાઈલ નંબર આપેલો હોવો જોઈએ. ઓળખકાર્ડ સબંધિત એકમ/માર્કેટની સલામતી વ્યવસ્થા અને ઉપકરણોને અનુરૂપ હોવું જોઈએ. ટેક્સટાઈલના વિવિધક્ષેત્રે કાર્યરત દલાલો માટેનું ઓળખકાર્ડ સબંધિત દલાલ એસોસીએશન તથા સંબંધિત ટેક્સટાઇલ એસોસીએશન દ્રારા પ્રમાણીત કરેલુ હોવું જોઈએ. દરેક માર્કેટ એસોસિએશન અને વેપારી ગૃહ કે એક થી વધુ વેપારી પેઢી સમાવિષ્ટ કરતા બિલ્ડીંગની વ્યવસ્થા સંભાળનાર મંડળે તે માર્કેટ/ બિલ્ડીંગમાં અને સલામતિ વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓ, માર્કેટ જાળવણીનું કામ કરતી એજન્સીના અધિકૃત વ્યક્તિઓ તેમજ મજૂર કે હમાલોને ફોટો ઓળખપત્ર જારી કરવાના રહેશે. આ તમામ ઓળખપત્રો અધ્યતન ટેક્નોલોજી યુક્ત સલામતિ વ્યવસ્થા ઉપકરણોને અનૂરૂપ અને ઓળખપત્ર ધારકની બાયોમેટ્રીક વિગત સાથેના હોવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp