અમદાવાદ સ્થિત એક સ્ટાર્ટઅપ 2021માં ધૂમ મચાવશે, 7250 કરોડનું રોકાણ કરશે

PC: yourstory.com

 

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઇવી માર્કેટના વિસ્તરણ માટે એનર્જી સ્ટોરેજ ટેકનોલોજી સ્ટાર્ટઅપ કંપની મેટર એ 2025 સુધીમાં 7250 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. આ કંપની અમદાવાદ બેઝ છે. આ કંપનીએ અત્યાર સુધીમાં ઇવીમાં 20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

મેટર કંપની એપ્રિલ 2021 સુધીમાં તેની લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન શરૂ કરશે. એટલું જ નહીં આ કંપની તેની પ્રથમ ઇવી મોટરસાયકલ આ વર્ષે દિવાળીના સમયમાં લોંચ કરશે. 2021નું વર્ષ એ ઇલેક્ટ્રિકનું વર્ષ છે. પાંચ ગાળાના સમયમાં આ કંપની બેટરીનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરશે.

અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ મેટરના સીઇઓ મોહલ લાલભાઇએ કહ્યું છે કે વાહનોમાં નવી ઉર્જા સંશાધન શરૂ કરવા સામે કોઇ વિકલ્પ નથી. આ ક્ષેત્રમાં ઇવી વાહનો વધુને વધુ પ્રમાણમાં ઉત્પાદિક થાય તો લોકોને ઇંધણનો વિકલ્પ મળી રહે તેમ છે. એ ઉપરાંત વાહનોના પ્રદૂષણથી પણ વાતાવરણ મુક્ત બની શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી બચવા માટે જ્યારે વાહનના ગ્રાહકો ઇવી ઉત્પાદનો માગી રહ્યાં છે ત્યારે એક પછી એક કંપની તેના ઇવી બહાર પાડી રહી છે. શરૂઆતમાં ઇવીની કોસ્ટ ઉંચી આવતી હોવાથી લોકો વાહનો ખરીદતાં ખચકાટ અનુભવતા હતા પરંતુ સ્પેરપાર્ટ્સ સસ્તા બનતાં ઇવીની માંગ ખૂલી છે.

અત્યાર સુધીના ઇવીમાં ચીનની હલકી ગુણવત્તાવાળી બેટરી અને કીટ વપરાતી હતી તેથી વાહનો તેમજ બેટરીની આવરદા ઓછી હતી. વાહનો સસ્તાં પડતાં હતા પરંતુ તે ટકાઉ રહી શક્યા નથી. હવે લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન વધતાં વાહનો સસ્તાં અને ટકાઉ બનશે જેને ઇવી ગ્રાહકો અપનાવી રહ્યાં છે.

આ કંપની 2023 સુધીમાં 50,000 જેટલા વાહનો ઇવી કેટેગરીમાં બહાર પાડવા માગે છે. તેની સાથે બેટરીનું ઉત્પાદન પણ વધશે. આ કંપની 700 કરોડ રૂપિયા એટલે કે 100 મિલિયન ડોલર વિદેશમાંથી મેળવવા માગે છે. ઇવીમાં નવા ખેલાડીઓ પણ આવી રહ્યાં છે અને ભારતમાં તેમના ઉત્પાદનો શરૂ કરવા માગે છે.

આ કંપનીએ કહ્યું છે કે તે બે અલગ અલગ વ્યવસાયિક લાઇન ક્રિયેટ કરી રહી છે. એપ્રિલ 2021 સુધીમાં બેટરી પ્લાન્ટ શરૂ કરશે અને દિવાળી સુધીમાં ઇવીનું ઉત્પાદન કરશે. ઇવી એ મેટર બ્રાન્ડ હેઠળ હશે અને બેટરી મેટર એનર્જી હેઠળ હશે.

સીઇઓએ કહ્યું છે કે ઇવી મોટરસાયકલ બે પ્રકારની હશે જેમાં બેટરી અને યૂપીએસ કન્વર્ટરનો સમાવેશ થાય છે. ઇવી સેગમેન્ટમાં પહેલા ઉત્પાદનમાં અલગ પાડી શકાય તેવી બેટરી નહીં હોય પરંતુ બીજા સેગમેન્ટમાં બેટરી પેક નાનું હશે જેને ચાર્જીંગ કરવા માટે બહાર કાઢી શકાશે.

ટૂંકાથી મધ્યમ ગાળાની કંપનીની પ્રોડકટ યોજનાઓ વિશે વિગતવાર આપતાં તેમણે કહ્યું કે, "અમારી પાસે બે મોટરસાયકલો બજારમાં હશે અને બેટરી બાજુથી, અમે કેટલીક વિશેષતા માટેની એપ્લિકેશનો પર કામ કરી રહ્યા છીએ અને ત્યારબાદ ઘણા બધા યુપીએસ ઇન્વર્ટર ચાલશે. ત્યાં પણ તે ક્ષેત્રમાં વ્યવસાય. "

ઇવી સેગમેન્ટમાં, તેમણે કહ્યું કે પ્રથમ ઉત્પાદમાં અલગ પાડી શકાય તેવી બેટરી નહીં હોય પરંતુ બીજું ઉત્પાદન પછી બેટરી પેક પ્રમાણમાં નાનું હશે, એક ટિફિનનું કદ વધુ કે ઓછું હશે, જે ચાર્જ કરવા માટે લઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp