થાલી-વેલણ લઈને પાટીદાર મહિલાઓ પુરુષોત્તમ રૂપાલાની પાછળ કેમ દોડી?

PC: khabarchhe.com

ગુજરાતમાં ચૂંટણીનો બીજો તબક્કો પણ પાટીદાર નેતા હાર્દિક પટેલના હાથમાં સરકી રહ્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના 15 બેઠકો પરથી ભાજપના તમામ ધારાસભ્યોને હાંકી કાઢવાની રેલીમાં ગઈ કાલે કરેલી હાકલ બાદ આજે મહેસાણા અને વિસનગરમાંથી ભાજપના પાટીદાર નેતા પરસોત્તમ રુપાલાએ ભાગવું પડયું છે. રેલવે સર્કલ પાસે તેમની પાછળ વેલણ અને થાળી લઈને 200 જેટલી મહિલાઓ દોડી હતી. આ જોઈને રુપાલાએ ભાગવું પડયું હતું તેમાં તેમની પર પથ્થરમારો પણ થયો હતો. આપ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો પ્રથમ તબક્કો ભાજપે ગુમાવી દીધા બાદ હવે બીજો તબક્કો પણ હાથમાંથી સરકી રહ્યો છે. ઉત્તર ગુજરાતની 28 બેઠકો પર લોકોનો રોષ ફેલાયેલો જોઈને હવે તેમાંથી બચવું ભાજપ માટે મુશ્કેલ જણાય રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.