ક્રૂડ ઓઇલમાં ફરી તેજી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી આગ લાગવાની શક્યતા

PC: cars24.com

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવારે કોઇ ફેરફાર નથી થયો, પરંતુ વૈશ્ચિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. આ તેજીને લીધે ભારતમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલના ભાવમાં સતત બીજા અને ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે સ્થિરતા જોવા મળી છે. Indian Oil ની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઇ, ચેન્નઇમાં ભાવ પહેલા જેવા જ ક્રમશ: 73 રૂપિયા, 75.04 રૂપિયા, 78.59 રૂપિયા અને 75.79 રૂપિયા પ્રતિ લીટર બની રહેશે. આ ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવમાં પણ કોઇ ફેરફાર બુધવારે નોધાયો ન હતો.

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક વાતચીત ફરી શરૂ થવાની દિશામાં પ્રગતિ થવાને લીધે બજારમાં સકારાત્મકતા જોવા મળી છે જેને લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી છે. આ ઉપરાંત ઇરાન અને વેજેઝુએલાથી ઓઇલની સપ્લાય પ્રભાવિત થવાને લીધે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં આગ લાગવાની સંભાવના માર્કેટ જાણકારો જોઇ રહ્યાં છે.

પરમાણુ મુદ્દે અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધો લગાવ્યા બાદ જે દેશોને પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી હતી તે પણ પરત લઇ લેતા ભારત ઉપરાંચ ચીન પણ ઇરાન પાસેથી ઓઇલ ખરીદી ન શકવાને લીધે ક્રૂડ ઓઇલ માટે બીજા દેશોમાં માગ વધી રહી છે અને એ જોતા આવનારા દેશોમાં ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાની પણ વકી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp