એશિયાના સૌથી મોટા 750 MWના રેવા સોલાર પ્લાન્ટને PM મોદીએ ખૂલ્લો મૂક્યો

PC: EnergyWorld

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 જુલાઇ, 2020ના રોજ મધ્યપ્રદેશના રેવામાં 750 MWની સોલર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પરિયોજનામાં 250 MWનું એક એવા ત્રણ સોલર ગેથરિંગ્સ સમાવવામાં આવ્યા છે જે સોલર પાર્ક (કુલ 1500 હેક્ટર)ની જમીન પર 500 હેક્ટર ક્ષેત્રફળમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ ઉર્જા વિકાસ નિગમ (MPUVN) અને કેન્દ્રની જાહેર ક્ષેત્રની કંપની ભારતીય સોલર એનર્જી નિગમ (SECI)ની સંયુક્ત સાહસ એવી રેવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડ (RUMSL) કંપની દ્વારા આ સોલક પાર્ક વિકસાવવામાં આવ્યો છે. આ પાર્કનું નિર્માણ કરવા માટે RUMSLને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 138 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.

આ પાર્ક તૈયાર કરવામાં આવ્યા પછી, સોલર પાર્કની અંદર 250 MWનું એક એવા ત્રણ સોલર ગેથરિંગ્સનું નિર્માણ કરવા માટે RUMSLએ રિવર્સ હરાજી દ્વારા મહિન્દ્રા રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ACME જયપુર સોલર પાવર પ્રાઇવેટ લિમિટેડ અને એરીન્સન ક્લિન એનર્જી પ્રાઇવેટ લિમિટેડની પસંદગી કરી હતી. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે યોગ્ય તાલમેલ હોય તો ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ રેવા સોલર પરિયોજના છે.

રેવા સોલર પરિયોજના એ દેશમાં સૌથી પહેલી એવી પરિયોજના છે જે ગ્રીડ એકરૂપતાના અવરોધને તોડનારી છે. 2017ની શરૂઆતમાં અંદાજે રૂ. 4.50/યુનિટના પ્રવર્તમાન સોલર પરિયોજના ટેરિફની સરખામણીએ, રેવા પરિયોજનાએ ઐતિહાસિક પરિણામો પ્રાપ્ત કર્યા છે: પ્રથમ વર્ષે રૂ. 2.97/યુનિટ ટેરિફ અને 15 વર્ષે રૂ. 0.05/યુનિટની વૃદ્ધિ અને 25 વર્ષની મુદત માટે રૂ. 3.30/ યુનિટના સ્તરીય દર. આ પરિયોજનાથી અંદાજે 15 લાખ ટન CO2 સમકક્ષ કાર્બન ઉત્સર્જન દર વર્ષે ઓછું થશે

રેવા પરિયોજનાના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ સ્ટ્રક્ચરિંગ અને નાવીન્યતાના કારણે ભારત અને વિદેશમાં તેને ખૂબ જ સ્વીકૃતી મળી છે. પાવર ડેવલપર્સ માટે જોખમ ઘટાડવા માટે તેના ચુકવણી સુરક્ષા વ્યવસ્થાતંત્રની MNRE દ્વારા ભલામણ કરવામાં આવી છે અને અન્ય રાજ્યોને આ તંત્ર મોડેલ તરીકે અપનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. નાવીન્યતા અને ઉત્કૃષ્ટતા બદલ તેને વિશ્વ બેંક ગ્રૂપના પ્રમુખનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે અને પ્રધાનમંત્રીની “નાવીન્યતાનું પુસ્તક: એક નવી શરૂઆત”માં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. આ એવી પ્રથમ અક્ષય ઉર્જા પરિયોજના છે જે રાજ્ય બહાર સંસ્થાકીય ગ્રાહક એટલે કે દિલ્હી મેટ્રોને પૂરવઠો પૂરો પાડવા માટે સ્થાપિત કરવામાં આવી છે. દિલ્હી મેટ્રોને આ પરિયોજનામાંથી 24% ઉર્જા મળશે અને બાકીની 76% ઉર્જા મધ્યપ્રદેશના રાજ્ય ડિસ્કોમને આપવામાં આવશે.

રેવા પરિયોજના 2022 સુધીમાં 100 GWની ઇન્સ્ટોલ કરેલી સોલર ઉર્જા ક્ષમતા સહિત કુલ 175 GW વીજળીનું ઉત્પાદન કરવા માટે ઇન્સ્ટોલ કરવામાં આવેલી અક્ષય ઉર્જાની ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp