વીજ વપરાશમાં થઈ રહેલો સતત વધારો, પણ ઉત્પાદન વધ્યું નહીં

PC: .tomshardware.com

રાજ્યમાં 16 વર્ષમાં વીજ વપરાશમાં ઘરગથ્થુ ક્ષેત્રે 9,961 મી.યુ., ખેતી ક્ષેત્રે 1,832 મી.યુ. અને ઔઘોગિક ક્ષેત્રે 29,025 મી.યુ.નો વધારો થયો છે. વર્ષ 2011-12થી વર્ષ 2016-17માં 6 વર્ષમાં ઘરગથ્થુ, વાણિજ્યિક, દિવાબત્તી, ખેતી, વોટરવર્ક્સ, રેલવે અને અન્ય માટે 2,33,707 મી.યુ. વીજ વપરાશની જરૂરિયાત સામે રાજ્યના વીજ કોર્પોરેશન તથા રાજ્યના આઈ.પી.પી.એસ. વીજ મથકોમાં 1,60,572 મી.યુ. વીજળીનું ઉત્પાદન થયું હતું. રાજ્યમાં વીજ વપરાશ માટે ફક્ત 73,135 મી.યુ. વીજળી રાજ્ય સરકારને ખરીદવી પડે તેની સામે રાજ્ય સરકારે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી 1,75,785 મી.યુ. વીજળીની ખરીદી કરેલ છે. આમ, રાજ્ય સરકારે 1,02,650 મી.યુ. વીજળીની વધારાની ખરીદી કરેલ છે. આ ખરીદેલ વધારાની વીજળી ઔઘોગિક ક્ષેત્રો માટે ખાનગી વીજ ક્ષેત્રો પાસેથી રૂા. 47,305.57 કરોડના ખર્ચે ખરીદવામાં આવી હતી.

રાજ્યની વીજ માંગ

વર્ષ ઘરગથ્થુ માંગ વાણિજ્યિક માંગ ખેતી માંગ ઔઘોગિક માંગ
2013-14 15.80% 4.30% 22.25% 41.74%
2014-15 16.48% 2.43% 21.95% 42.71%
2015-16 16.50% 5.25% 21.44% 44.18%
2016-17 17.78% 2.51% 23.12% 49.61%
2017-18 17.83% 2.50% 22.50% 51.16%
માંગમાં વધારો-ઘટાડો 2.03% 1.80% 0.25% 9.42%

રાજ્યમાં વીજ વપરાશ

વર્ષ ઘરગથ્થુ ક્ષેત્રે મી.યુ. ખેતી ક્ષેત્રે મી.યુ. ઔઘોગિક ક્ષેત્રે મી.યુ.
2001-02 3,922 15,695 9,187
2016-17 13,883 17,527 38,842
વપરાશમાં વધારો 9,961 1,832 29,025

  

  
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp