અલીબાબાની સહયોગી કંપની એન્ટ ફાઈનાન્સિયલમાં 1008 કરોડનું રોકાણ કરશે રતન ટાટા

PC: indianweb2.com

દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની અને ચીનના અલીબાબા ગ્રુપની સહયોગી એન્ટ ફાયનાન્સિયલ સર્વિસિઝમાં રતન ટાટાનું વેન્ચર ફંડ RNT કેપિટલ એડવાઈઝર્સ લગભગ 1008 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. RNT કેપિટલને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની ઈન્વેસ્ટમેન્ટ યુનિટની ફંડીગ પણ હાંસલ છે.

આ એન્ટ ફાયનાન્સિયલ માટે લગભગ 672-806 અરબ રૂપિયાના ફંડીગમાં હિસ્સો હશે. તેમાં કંપનીની વેલ્યૂ લગભગ 10080 અરબ રૂપિયા થવાની સંભાવના છે. તેનાથી આ વેલ્યૂએશન દ્વારા એપ દ્વારા કેબ સર્વિસ આપનારી ઉબરને પાછળ છોડી દેશે.

ડીલની જાણકારી આપનારા સૂત્રોએ કહ્યું છે કે ફંડીગ રાઉન્ડ ઘણું ઓવરસબસ્ક્રાઈબ રહ્યું હતું અને ટાટા તેમાં એકમાત્ર ભારતીય રોકાણકાર છે. આ રોકાણથી ટાટાને આશરે 0.1 ટકાનો સ્ટેક મળશે. 2016માં ફંડીંગ રાઉન્ડ દરમિયા આ કંપનીની વેલ્યૂ 4032 અરબ રૂપિયા લાગી હતી. જે આજે ડબલ જોવા મળી રહી છે.

એન્ટ ફાયનાન્સિયલની ડિજીટલ પેમેન્ટ સર્વિસ અલીપે પ્રત્યેક ત્રણ મહિનામાં લગભગ 162 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ પેમેન્ટ કરે છે અને તેના આશરે 87 કરોડ ગ્રાહકો છે. ટાટા માટે આ ચીનની મોટી ટેક્નોલોજી કંપનીનું બીજું રોકાણ હશે. તેણે 2015માં RNT એસોશિએટ્સ દ્વારા સ્માર્ટફોન મેકર Xiaomiમાં કર્યું હતું. ટાટાનું રોકામ દેશની સૌથી મોટી ડિજીટલ પેમેન્ટ સર્વિસ પેટીએમમાં પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp