150 દેશોની GDP કરતા મોટી છે મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની

PC: indiatvnews.com

રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝની ગુરુવારે માર્કેટ કેપિટલ રુ.10 લાખ કરોડને પાર થઈ ગઈ હતી. છેલ્લા ત્રણસ વર્ષમાં કંપનીની માર્કેટ વેલ્યુંમાં 60 હજાર ટકાનો વધારો થયો છે. રિલાયંસની આ યાત્રાની સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે પણ જરુર પડે ત્યારે તેમે સમય સાથે પરિવર્તન સાધી લીધું છે. આ ઉપરાંત તેમના સ્ટાફે પણ આ પરિવર્તન સ્વીકાર્યું છે. છેલ્લા ત્રણ દાયકામાં તે તેલ અને ગેસ ક્ષેત્રની સૌથી મોટી કંપની તરીકે ઊભરી આવી છે. ત્યાર બાદ તેણે ટેલિકોમ અને ડિજિટલ ક્ષેત્રે-રીટેલ સેગમેન્ટમાં રોકાણ કર્યું. સમય જતા કંપની તેમાં પણ લીડર બની ગઈ. કંપનીના વિઝન પર રોકાણકારોને ખૂબ ભરોસો છે. સમયાંતરે તેઓ કંપનીને પ્રમોટ કરવા માટે સમર્થન પણ આપી રહ્યા છે.

આ જ કારણે વર્ષ 1991 બાદ કંપનીના વેલ્યુએશનમાં કુલ 60742 ટકાનો સીધો વધારો થયો છે. આ દરમિયાન રિલાયંસ કેટલાક એવા પડાવ સર કર્યા જે પહેલા અન્ય કોઈ ભારતીય કંપનીએ શરુ પણ કર્યા ન હતા. આ શિખર સુધી કોઈ ભારતીય કંપની પહોંચી પણ શકી ન હતી. ખાનગી ક્ષેત્રે સૌથી મોટા સાહસમાં રિલાયંસ નંબર વન કંપની બનીને સામે આવી હતી. રેટિંગ એજન્સી મુડીઝે S એન્ડ P રેટ આપ્યા હતા. વર્ષ 2019ના ક્વાર્ટરમાં રુ.10000 કરોડનો ચોખ્ખો નફો મેળવનારી રિલાયંસ કંપનીએ ફરી એક વખત ભારતીય કોર્પોરેટ માર્કેટમાં નવી સિધ્ધિ હાંસલ કરી છે. 2 જાન્યુઆરી 1991થી 29 નવેમ્બર 2019 વચ્ચે રિલાયંસના માર્કેટ કેપિટલમાં 600 ગણો વધારો થયો છે.

જ્યારે L&T, અશોક લેલેન્ડ, ટાટા સ્ટિલ, સિએટ, ટૈલબ્રોસ ઓટોમેટિવ, ફેડરલ-મુગલ, સાગર સિમેન્ટ અને ઈન્ટરનેશનલ પેપરના માર્કેટ કેપિટલમાં 15થી205 ગણો વધારો થયો છે. વર્ષ 2009 બાદ રિલાયંસ વાર્ષિક સ્તરે સૌથી વધુ નફો કમાતી કંપની બની છે. વર્ષ 2009માં કંપનીનો નફો રુ.15278 કરોડ રહ્યો હતો. જ્યારે વર્ષ 2019માં 39734 કરોડ રુપિયા થઈ ગયો છે. એટલે કે દર વર્ષે નફામાં 10 ટકાનો સૌથી મોટો વધારો થઈ રહ્યો છે. દેશની ટોપ ત્રણ કંપનીમાં રિલાયંસ (માર્કેટ કેપિટલ-રુ.10લાખ કરોડ), ટાટા TCS (માર્કેટ કેપિટલ-રુ.7.8લાખ કરોડ) અને HDFC (માર્કેટ કેપિટલ-રુ.7લાખ કરોડ)નો સમાવેશ થાય છે. કંપનીએ પોતાના વિકાસ માટે કેટલુક દેવું પણ કરેલું છે. જેના કારણે કેટલાક રોકાણકારો મુંઝાયા છે. વર્ષ 2009માં આ દેવું 72256 કરોડ રુપિયા રહ્યું હતું. રિલાયંસ જીઓના ગ્રોથ અને માર્કેટ કેપિટલ આ બંનેના કારણે કંપની ટોચ પર રહી છે. જેના કારણે શેરમાં પણ તેજી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp