સુરતમાં આ કંપનીએ 300 જેટલા રત્ન કલાકારોને અચાનક છૂટા કર્યા

PC: raimanrocks.com

સુરતને ડાયમંડનું હબ ગણવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ડાયમંડને સુરતમાં આખરી સ્વરૂપ આપવામાં આવે છે. સુરતના મોટા ભાગના લોકો ડાયમંડ ઉદ્યોગ પર નિર્ભર છે. હાલ તહેવારની સીઝન છે પણ સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીના કેટલાક હીરાના યુનિટો બંધ થવાના આરે છે અને કેટલાક નાના યુનિટો બંધ થઈ ગયા છે. તહેવારોના સમયમાં જ હીરાના યુનિટો બંધ થવાના કારણે હીરાના યુનિટોમાં કામ કરતા કારીગરોની સ્થિતિ કફોળી બની છે. તહેવારોની સીઝનમાં કારીગરોને બોનસ અને વેકેશન પગાર ન ચૂકવવો પડે તે માટે કારીગરોને છૂટા કરી દેવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સુરતના કિરણ જેમ્સ દ્વારા 300 જેટલા કારીગરોને તહેવારની સીઝનમાં અચાનક છૂટા કરવામાં આવ્યા છે. કારીગરોને તહેવારની સીઝનમાં જ રજા આપી દેવામાં આવતા કારીગરોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

આ મામલે કારીગરોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કારીગરો કાલે સાંજે પોતાનું કામ પૂર્ણ કરીને ઘરે જતા હતા તે દરમિયાન કંપની પ્રશાસન દ્વારા કારીગરોને કારખાને નહીં આપવા જણાવ્યું હતું. આ બાબતે એક કારીગરે કંપનીના પ્રશાસન સાથે વાતચીત કરવા જતા કંપનીના કેટલાક લોકો દ્વારા કારીગરને માર મારીને 8મા માળેથી નીચે નાંખી દેવાની ધમકી આપવામાં આવી હતી.

કારીગરોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતની મોટા ભાગની કંપનીમાં કારીગરોને છૂટા કરવાના 15 દિવસ પહેલા જાણ કરવામાં આવે છે અને પછી કારીગરોને છૂટા કરવામાં આવે છે. કિરણ જેમ્સ દ્વારા અગાઉ પણ આવી રીતે અચાનક કારીગરોને છૂટા કરવામાં આવતા કારીગરો દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કારીગરોની રજૂઆતનું પરિણામ શૂન્ય આવ્યું હતું. જેના કારણે હવે કારીગરોએ એક એફિડેવિટ કરી છે. આ એફિડેવિટના આધારે કિરણ જેમ્સ દ્વારા છૂટ કરવામાં આવેલા તમામ કારીગરો કાયદાકીય રીતે કિરણ જેમ્સના માલિકો સાથે મીટિંગ કરીને પોતાની સમસ્યાનો નિવેડો લાવવાનું નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp