સાંડેસરા બ્રધર્સની 548 કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી આ તારીખે

PC: .nationalheraldindia.com

બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનારા અને ફરાર થઇ ગયેલા સ્ટર્લિંગ બાયોટેકના નીતિન અને ચેતન સાંડેસરાની 548 કરોડ રૂપિયાની સંપત્તિ ઓનલાઇન હરાજી દ્વારા વેચી નાંખવામાં આવશે. આ હરાજી 9મી સપ્ટેમ્બરે યોજવામાં આવશે.

હાલમાં એનસીએલટીમાં કંપની સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે. ફડચા અધિકારી એડવોકેટ મમતા બિનાનીની દેખરેખ હેઠળ કંપનીની 548 કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે પબ્લિક નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે ઇચ્છતા લોકો ફડચા અધિકારીનો સંપર્ક કરી શકે છે.

સ્ટર્લિંગ બાયોટેકના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાનું ગુજરાત ઉપરાંત મુંબઇ તથા દિલ્હી સુધી દબદબો હતો. કંપનીના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા સ્ટર્લિંગ જુથની અન્ય કંપનીઓની મળીને હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પ્રથમ સીબીઆઇ અને ત્યાર બાદ દેશની અગ્રણી તપાસ સંસ્થાઓ તપાસાર્થે જોડાઇ હતી. હાલ આ પરિવાર વિદેશમાં ભાગી ગયો છે.

સ્ટર્લિંગ બાયોટેક સામે 2019માં ફડચા અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી હતી, હાલમાં ફડચા અધિકારી તરીકે એડવોકેટ મમતા બિનાની છે. ઉલ્લેખનીય છે કે ઇડીને લોન કૌભાંડમાં બોલીવુડના કેટલાક લોકોનું કનેક્શન જાણવા મળ્યું હતું. ઇડીએ ટ્વીટના માધ્યમથી આપેલી જાણકારી મુજબ આ કાર્યવાહીમાં સંજય ખાનની 3 કરોડ ડીનો મોરયાની 1.40 કરોડ, ડીજે અકીલની  1.98 કરોડ અને ઇરફાન સિદ્દીકીની 2.41 કરોડની મિલ્કત સીઝ કરવામાં આવી છે.

આ બેંક કૌભાંડમાં સીબીઆઇની તરફથી કેસ દાખલ કર્યા બાદ ઇડીએ પણ તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલાસો થયો કે સાંડેસરાએ દેશમાં જ નહીં વિદેશોમાં ભારતીય બેંકોને ચૂનો લગાવ્યો છે. સાંડેસરાની વિદેશ સ્થિતિ કંપનીઓએ ભારતી બેંકોની વિદેશી શાખાઓમાંથી લગભગ 9000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. સાંડેસરાની કંપનીને આપવામાં આવેલી લોનને પાંચ બેંકો, આંધ્ર બેંક, યુકો બેંક, ભારતીય સ્ટેટ બેંક, અલ્હાબાદ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાની સંયુક્ત કન્સોર્ટિયમ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ 27 જૂન 2019ના રોજ સાંડેસરા સમૂહની 9778 કરોડ રૂપિયાની સંપત્તિ પણ કબજે કરી હતી, તે ઉપરાંત અમેરિકામાં રજિસ્ટર્ટ ફ્લાઈટ અને લંડન સ્થિતિ ફ્લેટને પણ કબજે કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં કેસ દાખલ થયા બાદ નિતિન અને ચેતન સાંડેસરા દેશમાંથી ગાયબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp